ઈન્દ્રા નૂઈ આઈસીસીસી સાથે પોતાની નવી ઈનિંગ શરુ કરશે

0
32

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
ઇન્દ્રા નૂઇએ પેપ્સિકોના સીઇઓ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ૨૪ વર્ષ પહેલા તે આ કંપનીમાં જાડાયા હતા.ઇન્દ્રા નૂઇ હવે આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ સાથે પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. તે આઇસીસી બોર્ડની પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરી દીધી છે.
ફેબ્રુઆરીમાં ઇન્દ્રાને ડાયરેક્ટર તરીકે પસંદ કરવાના સમયે આઇસીસીએ જણાવ્યુ હતું કે તે વર્ષના મધ્યમાં આઇસીસીમાં પોતાની જવાબદારી સંભાળશે, જૂન ૨૦૧૮થી જ તેમની કામગીરી શરૂ થઇ ગઇ છે. આઇસીસીએ ૨ વર્ષ માટે તેમને નિયુક્ત કર્યા છે. જાકે, કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને ફરી નિયુક્ત કરવામાં આવી શકે છે, તે સતત છ વર્ષ સુધી આ પદ પર રહી શકે છે. ઇન્દ્રા નૂઇનો જન્મ ચેન્નાઇમાં થયો હતો અને શરૂઆતનો અભ્યાસ પણ તેમને અહીં જ કર્યો. ઇન્દ્રા નૂઇએ કોલકાતાની આઇઆઇએસમાં અભ્યાસ કર્યો અને ભારતમાં જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તે બાદ તેમને અમેરિકામાં પણ અભ્યાસ કર્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY