ઉત્તરપ્રદેશમાં મહિલાઓ ‘અસલામત’ : રોજ ૫૨ મહિલાઓ સાથે દુષ્કર્મ….!!?

0
30

લખનઉ,તા.૭
ઉત્તરપ્રદેશની યોગી સરકાર જ્યારથી સત્તામાં આવી ત્યારથી અપરાધીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવેલું છે. અનેક અપરાધીઓના એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે, બીજી તરફ અનેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ આરટીઆઈ દ્વારા મળેલી માહિતી બાદ યોગી સરકારમાં ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરી દીધા છે. આ સરકારમાં દહેશ હત્યા, દુષ્કર્મ, છેડતી તથા મહિલા જાતીય શોષણના મામલા ઝડપથી વધ્યા છે, જે અગાઉની અખિલેશ સરકારથી ઘણા વધુ છે. રાઇટ ટુ ઇર્ન્ફોમેશન (આરટીઆઈ) હેઠળ આપવામાં આવેલા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એસસીઆરબી)ના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે.
સામાજિક કાર્યકર્તા સંજય શર્માએ આરટીઆઈ હેઠળ સમાજવાદી પાર્ટીના શાસનકાળ અને ભાજપ શાસનકાળમાં થયેલા અપરાધોના આંકડા મેળવ્યા છે. આ આંકડા સપા શાસનકાળ ૧૨ માર્ચ ૨૦૧૨થી લઈને ૧૫ માર્ચ ૨૦૧૭ સુધીના છે. જ્યારે ભાજપ સરકારમાં ૧૬ માર્ચ ૨૦૧૭થી લઈને ૩૦ જૂન ૨૦૧૭ સુધીના અપરોધોનું વિવરણ છે. આરટીઆઈ હેઠળ મળેલી જાણકારી મુજબ, અખિલેશ સરકાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં ૨૦૧૨થી ૨૦૧૭ સુધીના સમયમાં દહેજ હત્યાના ૧૧,૪૪૯ કેસ, બળાત્કારના ૧૩,૯૮૧ કેસ,શિયળભંગના ૩૬,૬૪૩ કેસ, અપહરણના ૪૮,૦૪૮ કેસ, છેડતીના ૪,૮૭૪ કેસ, મહિલા જાતીય શોષણના ૫૧,૦૨૭ કેસ અને પોક્સો એક્ટના ૧૩,૭૨૭ કેસ નોંધાયા છે.
બીજી તરફ, યોગી સરકારમાં આ વર્ષે ૧૬ માર્ચથી લઈને ૩૦ જૂન સુધીના ૧૦૭ દિવસોમાં જ દહેજ હત્યાના ૩,૪૩૫, બળાત્કારના ૫,૬૫૪, શિયળભંગના ૧૭,૨૪૯, અપહરણના ૨૧,૦૭૭, છેડતીના ૧,૪૧૦, મહિલા જાતીય શોષણના ૨૦,૫૭૩ અને પોક્સો હેઠળ ૭,૦૧૭ કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, સપા શાસનકાળમાં દરરોજ બળાત્કારના સરેરાશ ૭ કેસ નોંધાતા હતા, પરંતુ હાલની યોગી સરકારમાં આ આંકડો રોજનો સરેરાશ ૫૨ સુધી પહોંચી ગયો છે. આ રીતે દહેજ હત્યા, શિયળભંગ, અપહરણ, છેડતી જેવા મામલાઓમાં પણ ઘણો વધારો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉત્તર પ્રદેશમાં મહિલા સુરક્ષાની Âસ્થતિ ખરાબ છે અને યોગી સરકારને તે દિશામાં કડક પગલા ભરવા પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY