સુરત,તા.૧૭
દસમા ધોરણની એક વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટ્રાગ્રામ મારફતે દોસ્તી કર્યા બાદ તેને મળવા બોલાવી, તેના ફોટા મગાવ્યા. ત્યાર પછી એ ફોટા એડિટ કરી બિભત્સ કર્યા અને એ બિભત્સ ફોટા કિશોરીના પિતાને બતાવી દેવાની અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી પાંચ મિત્રોએ અલગ અલગ જગ્યાએ અને સમયે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ છે.
ઉધના વિસ્તારમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરી સાથે અમન નામના યુવકે ઈન્સ્ટ્રાગ્રામ પર ફ્રેન્ડશીપ કરી હતી. ત્યારબાદ બંને જણા વાતચીત કરતા થયા હતા અમને સગીરાને મળવા બોલાવ્યા બાદ છાત્રાના ફોટા મેળવી લીધા. એ ફોટા એડિટ કરી બિભત્સ બનાવી તેના પિતાને મોકલી આપવાની સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી છાત્રાને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવી તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેના મિત્ર સાહિલ, અજય સહિત પાંચ જણાએ પણ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી અલગ અલગ રીતે મળવા માટે બોલાવી બળાત્કાર કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થિનીએ આખરે આ અંગે તેના માતા પિતાને વાત કર્યા બાદ ગુરૂવારે સાંજે મામલો ઉધના પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


