અમદાવાદમાં વરસાદથી ઠેર-ઠેર ભૂવા પડ્યા,વૃક્ષો ધરાશાયી થતાં વાહનોને નુકસાન

0
49


અમદાવાદ,તા.૧૭
આજે વહેલી સવારે ૫ વાગ્યે ગાજવીજ સાથે વરસાદ પાંચ કલાકમાં ૪ ઈંચ ખાબક્યો હતો. વરસાદને પગલે શહેરના જુહાપુરા વિસ્તારામાં ભૂવો પડવાથી કાર તેમાં ઘૂસી ગઈ હતી. તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભૂવા પડ્યા હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં વરસાદને પગલે ૩૫ સ્થળે વૃક્ષ ધરાશયી થયા હતા. વૃક્ષ પડતાં કેટલાક વાહનોને નુકસાન થયું હતું.
મેદાનમાં પડેલી કાર ભૂવામાં ગરકાવ
શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી અલબૂર્જ હૈદ્રી બાગ પાસે મકરબા રોડ પરના મેદાનમાં પાર્ક કરેલી એક કાર ભૂવો પડતાં તેમાં ગરકાવ થઈ હતી. અડધી કાર ભૂવામાં પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
અખબારનગરમાં પણ ભૂવો પડ્યો
અખબાર નગર વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીની આગળ પણ એક ભૂવો પડ્યો હતો. નાનો દેખાતો ભૂવો મોટો થવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે.
કાર-રીક્ષા પર પડ્યા વૃક્ષ
વરસાદ દરમિયાન શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા માનસી ટાવર પાસે વૃક્ષ ધરાશયી થતાં કારના કાચ તૂટ્યા હતા. તો આંબલી ઈસ્કોન રોડ પર નિર્માણાધિન બિલ્ડિંગ બહાર લીમડો પડતા કાર બૂકડો બોલી ગઈ હતી અને દબાઈ ગઈ હતી. જ્યારે જૂના વાડજમાં રોડ પર ઊભેલી રીક્ષા પર અરડૂસાનું ઝાડ પડતાં બે રીક્ષાઓને નુકસાન થયા હતા.
પાંચ સ્થળે શોર્ટસર્કિટથી આગ
વરસાદને પગલે વીજળી પાણીના સંપર્કમાં આવતા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આગ લગાવના બનાવ બન્યા હતા. શહેરમાં ૫ આગના બનાવને અમદાવાદ ફાયર ફાયટરની ટીમે કાબૂમાં મેળવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY