હવે ઇન્સુલિનની ગોળી બની રહી છે.

0
11

દુનિયાભરમાં આશરે ચાર કરોડ લોકો ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દી છે. આ તમામ દર્દી પૈકી મોટા ભાગના દર્દીને દરરોજ, દિવસમાં બે વખત ઇન્સુલિનના ઇન્જેક્શન લેવાની ફરજ પડે છે.

પોતાના બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવા માટે આવા દર્દીને ઇન્જેક્શન લેવાની ફરજ પડે છે. પરંતુ હવે વૈજ્ઞાનિક ઇન્સુલિનની ગોળીઓ વિકસિત કરી રહ્યા છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીને ઇન્ડેક્શનની પિડાથી રાહત મળી શકશે. ગોળી અને ઇન્જેક્શન વચ્ચે પસંદગી કરવાના વિકલ્પ મળવાની સ્થતીમાં મોટા ભાગના દર્દી ગોળીને જ પસંદ કરશે તે બાબત તો નક્કી છે. હકીકતમાં હાર્વર્ડ જાન એ પોલસન સ્કુલ ઓફ એન્જનિયરિંગ એન્ડ અપ્લાઇડ સાયન્સના શોધ કરનાર લોકોએ કહ્યુ છે કે શરીરમાં ઇન્સુલિનની સપાટી જાળવી રાખવા માટે એક ઓરલ મેથડ વિકસિત કરવામાં આવી છે. જેના મારફતે ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીઓને ઇન્સુલિનના ઇન્જેકશન લેવાની જરૂર પડશે નહી.

નિષ્ણાંતોએ કહ્યુ છે કે કેટલાક લોકો તો પિડાથી બચવા માટે ઇન્જેક્શનના ડરથી ઇન્સુલિન લઇ શકતા નથી. પરિણામ એ થાય છે કે શરીરમાં ગ્લાઇસેમિક નિયંત્રણ ખરાબ થઇ જાય છે. જેના કારણે આરોગ્ય સાથે સંબંધિત ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ટાઇપ-૧ ડાયાબિટીસના લાખો દર્દીને ઇન્જેક્શન અથવા તો સોઇ મારઉતે ઇન્સુલિન આપવામાં આવે છે. કારણ કે આ દર્દીઓના શરીરમાં ઇન્સુલિનનુ નિર્માણ થઇ શકતુ નથી. વૈશ્વિક ડાયાબિટીસના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આ આંકડા ભારત માટે પણ સારા દેખાઈ રહ્યા નથી. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૬૧ મિલિયન ડાયાબિટીસના દર્દીઓ છે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્ષ ૨૦૩૦ સુધી ભારતમાં ડાયાબિટીસનો બોઝ ૧૦૦ મિલિયનના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા છે. અગાઉ ૮૭ મિલિયનનો આંકડો મૂકવામાં આવ્યો હતો. ભારતમાં મોતનો આંકડો પણ વધારે છે. આ વર્ષે ડાયાબિટીસના કારણે ૯૮૩૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે.

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) દ્વારા આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આઈડીએફએ કહ્યું છે કે ભારતમાં ૨૦થી ૭૯ વર્ષની વયમાં ડાયાબિટીસના દર્દીઓનો આંકડો ૯.૨ ટકા છે. ભારત ચીન બાદ એવું બીજું દેશ છે જેમાં આંકડો ખૂબ વધારે છે. ભારતમાં આવનાર દેશોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભારતમાં ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ ૧૧૨૦૦૦ની આસપાસ છે. આંકડા ચિંતાજનક છે કારણ કે ડાયાબિટીસની સમસ્યા હવે નિયમિત સારવારથી થઈ શકે છે. આઈડીએફના જણાવ્યા મુજબ આ વર્ષે ડાયાબિટીશથી ગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૩૬૬ મિલિયનની આસપાસ રહી છે જેમાં ૪.૬ મિલિયનના મોત થયા છે. આરોગ્ય સંભાળ દ્વારા ડાયાબિટીસ ઉપર ખર્ચ ૪૬૫ અબજ ડાલર સુધી પહોંચી ગયો છે. નવા આંકડા સંકેત કરે છે કે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોની સંખ્યા આ વર્ષે ૩૬૬ મિલિયનથી વધીને વર્ષ ૨૦૩૦ સુધી ૫૫૨ મિલિયન સુધી પહોંચી જશે. જા પૂરતા પગલાં લેવામાં નહીં આવે તો સ્થતિ વધુ ગંભીર બનશે.

આંકડામાં જણાવવામાં આવ્યું છે કે દર ૧૦ સેકન્ડમાં ત્રણ નવા કેસ નોંધાઈ રહ્યા છે અથવા તો દર વર્ષે ૧૦ મિલિયનનો ઉમેરો થઈ રહ્યો છે. આ વર્ષે દક્ષિણ એશિયામાં ડાયાબિટીશના દર્દીઓની સંખ્યા ૭૧.૪ મિલિયનમાંથી આ સંખ્યા ૨૦૩૦ સુધી વધીને ૧૨૦.૯ મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે. આઈડીએફએ એવો અંદાજ મૂક્યો છે કે ૩૬.૨ મિલિયનની હજુ ચકાસણી કરવામાં આવી નથી. દરેક પાંચ ડાયાબિટીસના રોગી પૈકી ચાર ૪૦થી ૫૯ સુધીની વયના છે. આશરે ૭૮૦૦૦ બાળકોને દર વર્ષે ટાઈપ-૧ ડાયાબિટીસ રોગની અસર થઈ રહી છે. ૨૦૩૦ સુધી દરેક દસ પુખ્તવયના લોકો પૈકી એકને ડાયાબિટીસની અસર રહેશે. ડાયાબિટીસના દર્દીઓને જુદી જુદી તકલીફ થવાની સ્થતીમાં વધારે સાવધાની રાખવાની જરૂર પડતી હોય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY