ભારત ઈન્ટરનેટ વપરાશમાં બીજા ક્રમે,૧૬ કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નોંધાયા

0
14

ન્યુ દિલ્હી,તા.૨૬
વૈશ્વિક સ્તરે ૩૯ કરોડ સક્રિય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સાથે ભારત બીજા ક્રમાંકે છે છતાં તેમાંના ફકત ૧૬ કરોડ લોકો ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરે છે એવું બૈન એન્ડ કંપની અને ગૂગલના અહેવાલ નું તારણ છે.
ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરનારાઓ પૈકી પ.૪ કરોડ યુઝર્સે તેમની પ્રથમ ખરીદી પછી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરવાનું બંધ કર્યું હતું. આરબીઆઈના છેલ્લા આંકડા અનુસાર, કુલ કાર્ડ વ્યવહારોના લગભગ ૭૭ ટકા વ્યવહારો એટીએમ મારફતે થાય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે પીઓએસ પર કાર્ડ ટ્રાન્ઝેકશન સરળ બનાવીને ગ્રાહકો દ્વારા થતાં રોકડ ઉપાડને કાર્ડ પેમેન્ટ તરફ વાળી શકાય છે. આ માટે તાજેતરમાં નાણામંત્રાલય દ્વારા બેન્કોને એનએફસી વાળા કોન્ટેકટલેસ ક્રેડિટ અને ડેબિટ કાડ્ર્‌સ આપવાનો નિર્દેશ કર્યો હતો. કોન્ટેકલેસ પેમેન્ટ કાર્ડ વડે વપરાશકર્તા પીઓએસ ટમિર્નલ પર ફકત એક ટેપ વડે પેમેન્ટ કરી શકશે.
તાજેતરમાં આરબીઆઈના વાર્ષિક અહેવાલ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનની સંખ્યા વધી છે તેના લીધે કરન્સીનું રોટેશન વધ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૧૮.૨૯ લાખ કરોડ થશે, જે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૧૩.૩૫ લાખ કરોડ, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૧૩.૩૫ લાખ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ.૧૬.૬૩ લાખ કરોડ હતું. આ સૂચવે છે કે કેશલેસ ભારત માટે ડિજિટલ ચૂકવણીઓ પર સરકારના દબાણ છતાં, દેશ હજુ પણ મોટી માત્રામાં રોકડ પર આધારિત છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY