પોરબંદર,તા.૨૬
ભારતીય નૈસેનાની પશ્ચિમી નૈસેના કમાનની સ્થાપનાની ગોલ્ડ જ્યુબિલી વર્ષ ર૦૧૮માં ઉજવામાં આવી રહી છે. આ ઉજવણી અર્તગત પોરબંદર ખાતે સઢવાળી નૈકા આઈએનએસવી બુલબુલનુ પ્રસ્થાન પોરબંદરની નેવીની જેટી ખાતેથી પોરબંદર સરદાર પટેલ નૈસેના કમાન્ડિંગ ઓફીસર સંજય રોયના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
ભારતીય નૈસેનાની પશ્ચિમી નૈસેના કમાનની સ્થાપનાની ગોલ્ડ જ્યુબિલી વર્ષ ર૦૧૮માં ઉજવામાં આવી રહી છે. આ ઉજવણી પશ્ચિમી નૈસેના કમાન દ્વારા નૈસેના ની પરંપરાગત મુલ્યોને ધ્યાને રાખીને ભારતીય નૈસેનાની સઢવાળી નૈકા આઈએનએસ બુલબુલનુ આ સઢવાળી નૈકા બુલબુલ પશ્ચિમી સમુદ્ર દરીયા કીનારા ગુજરાત,મહારાષ્ટ્ર,ગોવા અને કર્ણાટક રાજયોની જળસીમાંઓ માંથી પસાર થઈ અને મેગ્લોર બંદર ખાતે પહોચી અને આ યાત્રા પૂર્ણ કરશે.
આઈએનએસવી બુલબુલએ એક એફ એલ સી ૪૦-વર્ગની ફાસ્ટ સેઈલબોટ છે. જેની મરીન આકર્ટેક,ફનકોઈસ લુકાસ દ્વારા પુડુચેરીના અલ્ટ્રામરીન યોર્ટ પ્રાઈવેટ લીમીટેડે બનાવ્યુ છે. પોરબંદરથી મેગ્લોર સુધી પશ્ચિમી નૈકાદળના અધિકારીઓનુ આ અભિયાન દળ બુલબુલ ફકત પવન નો ઉપયોગ કરી અને પરંપરાગત પધ્ધતીથી ચાલશે.
આ બુલબુલ સઢવાળી નૈકામાં વડા કેપ્ટન વિપુલ મહર્ષિ અને અન્ય ચાર નૈસેના જવાનો જોડયા છે. કેપ્ટન વિપુલ મહર્ષિ આંતરાષ્ટ્રીય નૈકાયાન સ્પર્ધાઓમાં ભારતને અનેક પદક જીત્યા છે. આજે પોરબંદર ખાતેથી બુલબુલનુ પ્રસ્થાન થયુ ત્યારે હેલીકોપ્ટર અને સ્પીટ સાથે પાંચ નોટીકલ માઈલ સુધી જોડાયા હતા. બુલબુલ પ્રસ્થાનના કાર્યક્રમમાં પોરબંદરના નેવીના ઓફીસર અને જવાનો જોડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



