નાંદોદ લાછરસ પ્રા.શાળાના શિક્ષકોએ સ્વખર્ચે સ્માર્ટ ક્લાસ તૈયાર કરાવ્યો

0
62

ફિંગર ટચ સ્માર્ટ બોર્ડ ધરાવતી લાછરસની આ પ્રાથમિક શાળા ગુજરાતની પ્રથમ શાળા બની.

નાંદોદ લાછરસ પ્રા.શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ચોક અને ડસ્ટર હવે ભૂતકાળ બની જશે.

રાજપીપળા :દેશની મોદી સરકાર હાલ તમામ ક્ષેત્ર ડીઝીટલાઈઝેશન કરવા માંગે છે.બેન્કિંગ ક્ષેત્રે તો લગભગ એ પૂર્ણ થઈ ચૂક્યું છે.ત્યારે શિક્ષણ ક્ષેત્રને પણ ડીઝીટલાઈઝેશન કરવા તરફ સરકાર દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે.ગુજરાતની પ્રા.શાળાઓના વર્ગોને સ્માર્ટ બનાવવા ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન કુંજ પ્રોજેકટ હાથ ધરાયો છે.એ પ્રોજેકટ હેઠળ નાંદોદ તાલુાની લાછરસ પ્રા.શાળાના ધોરણ 7 અને 8 નો કલાસ સ્માર્ટ બનાવવામાં આવ્યો છે.એ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિઝિટલ બોર્ડના માધ્યમથી ભણાવવામાં આવે છે.ત્યારે ધોરણ-6 નો કલાસ બાકી રહી જતો હોવાથી એ ક્લાસને પણ સ્માર્ટ બનાવવા માટે શાળાના શિક્ષકોને વિચાર આવ્યો.

લાછરસ પ્રા.શાળાના શિક્ષક મયંક ભટ્ટ સહિત 9 શિક્ષકોએ ભાગે પડતા 7000 રૂપિયા મળી કુલ 63000 રૂપિયાના સ્વ ખર્ચે સરકારી સહાય વિના સ્માર્ટ કલાસ તૈયાર કર્યો.હાલ લાછરસ પ્રા.શાળાના ધોરણ 6 ના ક્લાસમાં ફિંગર ટચ સ્માર્ટ બોર્ડ ફિક્સ કરવામાં આવ્યું છે.એ બોર્ડની ખાસિયત એ છે કે પેન કે ચોક વગર ફક્ત આંગળી વડે લખી વિદ્યાર્થીઓને ભણાવી શકાય છે.નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆ દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,બીઆરસી કો ઓર્ડીનેટર ચિરાગ મપારાની ઉપસ્થિતમાં એ સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ફિંગર ટચ સ્માર્ટ બોર્ડ ધરાવતી શાળામાં નાંદોદ તાલુકાની લાછરસ પ્રા. શાળા પ્રથમ શાળા બની છે.લાછરસ પ્રા.શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ચોક અને ડસ્ટર હવે ભૂતકાળ બની જશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY