(જી.એન.એસ)માસ્કો,તા.૧૯
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને એક સમિટમાં આતંકી ગ્રુપ ISISએ ૭૦૦ લોકોનું અપહરણ કર્યુ હોવાનો ખુલાસો કર્યો છે. રશિયાના સોચી સિટીમાં બ્લેક સી રિસોર્ટમાં મળેલી વાલ્ડાઇ ફોરમમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને આ ચોંકાવનારી વિગતો આપી હતી. જે અનુસાર, ઇસ્ટ સીરિયાના રેફ્યૂજી કેમ્પમાંથી આતંકી જૂથ ISISએ મહિલાઓ અને બાળકો સહિત ૭૦૦ લોકોને બંધક બનાવ્યા અને આતંકીઓ દરરોજ ૧૦ લોકોની એક પછી એક હત્યા કરી રહ્યાં છે.
ગત અઠવાડિયે ઇસ્લામિક આતંકવાદી જૂથના આતંકીઓએ ઇસ્ટ સીરિયાના ડેર-અલ ઝોર વિસ્તારમાં આવેલા રેફ્યૂજી કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓએ યુએસ અને યુરોપિયન નેશન્સ સહિત ૧૩૦ પરિવારોને બંધક બનાવ્યા હતા. આ વિદેશી બંધકો ફોરેન ફાઇટર્સ અથવા સહાયક કામદારો છે.
આતંકીઓના મોનિટરિંગ ગ્રુપે પોતાના સોશિયલ મીડિયા પર જે તસવીરો જાહેર કરી છે તેમાં આઇએસઆઇએસના આતંકીઓ યુએસ સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસના કેમ્પ પર હુમલો કરતાં અને લોકોને બંધક બનાવતા જાવા મળે છે. આઇએસઆઇએસ આતંકીઓએ ઇસ્ટ સીરિયામાં યુએસ સમર્થિત ફોર્સ પર ગત ૧૩ ઓક્ટોબરના રોજ હુમલો કરી ૧૩૦ પરિવારોને બંધક બનાવી હાજિન શહેર નજીક લઇ ગયા હોવાના રિપોર્ટ છે.
સીરિયામાં સીવિલ વાર મોનિટરિંગ કરતાં બ્રિટનના હ્યુમન રાઇટ્સ રિપોર્ટ અનુસાર, જે પરિવારોને બંધક બનાવવામાં આવ્યા છે તેમાં વિદેશી મહિલાઓ ઉપરાંત આઇએસઆઇએસ આતંકીઓની વિધવાઓ પણ સામેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


