માથાથી જોડાયેલી ૨ બહેનો અલગ-અલગ વોટ આપશે : ચૂંટણી આયોગ

0
8

પટના,તા.૧૮
બિહારમાં લોકસભા ચૂંટણીના અંતિમ ચરણમાં પાટલિપુત્ર લોકસભા ક્ષેત્રમાં મતદાન થશે. ૧૯ મેના રોજ માથાથી જાડાયેલી બંને બહેનો સબા અને ફરાહ પણ વોટ આપશે. આ અંગે જિલ્લા નિર્વાચન પદાધિકારીએ જણાવ્યું હતું કે, આ વખતે બંને બહેનો અગાઉની જેમ એક નહીં, પરંતુ બે અલગ-અલગ વોટ આપશે. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં નિર્વાચન આયોગે તેમની આ માગણીને સ્વીકારી નહોતી.
જણાવી દઈએ કે, ચૂંટણી આયોગ છેલ્લાં કેટલાક દિવસોથી ટિવટર પર ચૂંટણીની ચર્ચિત રીયલ સ્ટોરીઝ આપી રહ્યું છે. તેમાંથી જ એક સ્ટોરી પટનાની માથાથી જોડાયેલી બે બહેનો સબા અને ફરાહની પણ છે. ચૂંટણી આયોગે તેમની સ્ટોરી ટિવટ કરીને આ સવાલનો જવાબ આપ્યો છે કે, જા બે વ્યકિત માથાથી જોડાયેલી છે, તો તેમનો એક વોટ ગણાશે કે બે.
સબા અને ફરાહએ કહ્યું હતું કે, ચૂંટણી આયોગની નજરમાં તે બંને શારીરિક રીતે તો બે છે, પરંતુ માનસિકરીત એક છે, આથી ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભેગા મળીને માત્ર એક વોટ આપવાની પરવાનગી હતી. પરંતુ હવે જિલ્લા નિર્વાચન પદાધિકારીએ કહ્યું હતું કે, આ વખતે સબા-ફરાહ અલગ-અલગ વોટ આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY