યૂએઈની ૭૦૦ કરોડની ઓફર કેન્દ્ર સરકારે સ્વીકારવાની ના પાડી!
કોચ્ચી,તા.૨૩
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલની નીતિ અંતર્ગત કેરળમાં આવેલી મુશ્કેલી માટે વિદેશોમાંથી મદદ નહીં સ્વીકારે. જો કે કેરળ સરકાર વિદેશી મદદ ઈચ્છે છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે અમે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીશું. આ મામલો ત્યારે ઉઠ્યો જ્યારે UAEએ કેરળને ૭૦૦ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી. આ ઉપરાંત કતાર અને અન્ય દેશો પણ મદદ માટે આગળ આવી રહ્યાં છે.
૨૦૦૪માં ત્સુનામી પછી ભારતે અમેરિકાની સહાયનો પ્રસ્તાવ અસ્વીકાર્યો હતો. ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત સ્થાનિક રીતે આવેલાં કોઈપણ સંકટને પહોંચી વળવા માટે સક્ષમ છે. જે બાદથી આ પરંપરા ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજયને બુધવારે મોડી સાંજે કહ્યું કે આ મામલે કોઈ અડચણ છે તો તેના ઉકેલ માટે રાજ્ય સરકાર અધિકૃત રીતે રજૂઆત કરશે અને મામલાને વડાપ્રધાન સમક્ષ પણ ઉઠાવશે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે, “સરકાર કેરળમાં રાહત અને પુનર્વાસ માટે જરૂરી વસ્તુઓને સ્થાનિક પ્રયાસોથી પૂરાં કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેઓએ જણાવ્યું કે ભારતીય મૂળના લોકો અને વડાપ્રધાન રાહત નિધિ અને મુખ્યમંત્રી રાહત નિધિનો ઉપયોગ કરી મદદ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



