ઇસ્લામાબાદ,તા.૨૨
પાકિસ્તાનના જાણીતા એક્ટર અને સિંગર તથા મોડેલ મોહસિન અબ્બાસ હૈદર પર તેમની પત્નીએ સંગીન આરોપ લગાવ્યો છે. મોહસિનની પત્ની ફાતિમા સોહેલે કહ્યું કે તે ઘરેલું હિંસા શિકાર થઇ છે તે પણ ત્યારે જ્યારે તે ગર્ભવતી છે. સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં ફાતિમાએ લખ્યું કે ૨૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ મેં મારા પતિને અન્ય કોઇની સાથે રંગે હાથે પકડયો હતો. પણ તેને માફી માંગવાના બદલે મને ખરાબ રીતે મારવાની શરૂ કરી. ત્યારે હું ગર્ભવતી હતી.
અભિનેતાની પત્નીએ કહ્યું કે તેણે મારા વાળ ખેંચી મને જમીન પર ઘસડી અને લાત મારી. તેણે મારા મોંઢા પર પણ મુક્કા માર્યા. અને છેવટે દિવાલ પર પછાડીને ખરાબ રીતે મને મારી. તેણે કહ્યું કે હું ત્યારે ગર્ભવતી હતી. પણ તેમ છતાં મેં ત્યારે એટલા માટે પોલીસ ફરિયાદ ના કરી કેમ કે મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. શું ખબર મારું આમ કરવાથી મારા આવનારા સંતાન ભવિષ્ય પર ખતરો થાય.
ફાતિમાએ કહ્યું કે મે ૧૯ના રોજ મારે પુત્ર થયો. ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જાહાંગીર સાથે હતા. અને ખાલી ફોટો ખેંચાવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે જ તે મારી પાસે થોડી વાર માટે આવ્યો હતો.
ફાતિમાએ કહ્યું કે ૧૭ જુલાઇના રોજ પણ જ્યારે તે પતિના ઘરે બાળકને લઇને ગઇ તો તેના પતિએ તેને મારી હતી. આ તમામ પછી હું આ પોસ્ટ કરી રહી છું. હવે હું મોહસિનને સીધો કોર્ટમાં મળીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


