સુરત, તા.૧૧
ગુજરાતમાંથી પરપ્રાંતીયોની મોટી સંખ્યામાં હિજરત થઈ રહી છે. તેવા પ્રકારની ભ્રામક અફવાથી નહીં ડરવા માટે કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે આજે સવારે કડોદરામાં પરપ્રાંતીય વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં મોટી
સંખ્યામાં પરપ્રાંતીય લોકો હાજર રહ્ના હતા. ઈશ્વરભાઈ પરમારે જણાવ્યુંહતું કે કેટલાક ટીકળખોરો ખોટી અફવાઅો ફેલાવી રહ્ના હોય ત્યારે આવી ખોટી અફવાઅોથી ડરવાની જરૂર નથી. સરકાર તેમજ પોલીસ તમારી સાથે છે અને ગુજરાતના વિકાસમાં પરપ્રાંતીયો તમારા લોકોનો મહત્ત્વનો ફાળો છે. ગુજરાતમાં આવું ક્યારે પણ થયું નથી. આ કોઈ ચોક્કસ રાજકીય ષડયંત્ર હેઠળ અફવાઅો ફેલાવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનામાં સામેલ કસૂરવારો સામે કાયદેસર સઘન પગલા લેવાઈ રહ્ના છે અને કડક હાથે ડાબી દેવામાં આવશે. ત્યારે આ વિસ્તારના ભાજપના પરપ્રાંતીય આગેવાનો તેમજ કડોદરા નગરપાલિકા પ્રમુખ સીમાદેવી ઠાકુર સંગઠન પ્રમુખ દિપકભાઈ નાયક અંકુરïભાઈ દેસાઈ, અરૂણ દુબે, રાજન સિદ્ધિકી, સંજય શર્મા, ઉમાશંકર દુબે, જનમજયસિંગ, મુકેશસિંગ, ઉમેશકાકા લંડુમ, શૈલેષ પાંડે, કૃપાશંકર શુકલા સહિત મોટી સંખ્યામાં પરપ્રાંતીયો હાજર રહ્ના હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



