સેલવાસમાં પેટ્રોલ પંપ પર લૂંટારૂઓનો ખૂની ખેલ: હુમલામાં એકનું મોત

0
77

સુરત,તા.૩૦
સેલવાસના વાસોણા નજીક મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ખુની ખેલ ખેલાયો હતો. લૂંટારૂઓએ તિક્ષણ હથિયારો સાથે કરેલા હુમલામાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે લૂંટારૂઓના હાથે ઈજા પામેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
સેલવાસના વાસોણા નજીક આવેલા પેટ્રોલ પંપર બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ ખૂની ખેલ ખેલ્યો હતો. પેટ્રોલપંપ પર બાઇક પર આવેલ ૨ લૂંટારૂઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. બાઇકમાં પેટ્રોલ ભરાવવાના બહાને બબાલ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. અને
પેટ્રોલ પંપના કર્મચારીઓ પર તિક્ષણ હથિયારોથી હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તિક્ષણ હથિયારો વડે કરાયેલા હુમલામાં એકનું મોત થયું હતું. જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે ઘટનાની ગંભીરતાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લઈને નાકાબંધી કરી હતી. અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY