લુધિયાણા,તા.૬
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રોજગારી અંગે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન પકોડા વેચાવાનું ઉદાહરણ આપ્યું હતું ત્યારે વિપક્ષે આ વાતનો ખૂબ મજાક ઉડાવ્યો હતો. જાકે ત્યારે કોઇએ વિચાર્યું નહી હોય કે, એક પકોડા વેચનારા પર આવકવેરા વિભાગના દરોડા પડશે. પંજાબના લુધિયાણા શહેરમાં આ ઘટના બની છે.
શુક્રવારે આવકવેરા વિભાગ સામે પન્ના સિંહ પકોડાવાળાએ ૬૦ લાખ રૂપિયા ૬૦ લાખ રૂપિયાનું ડિસ્ક્લોઝર આપ્યું હતું. એક દિવસ અગાઉ આવકરવેરા વિભાગે ગિલ રોડ અને મોડલ ટાઉન સ્થિત તેના બે દુકાન પર આખો દિવસ સર્વે કર્યો હતો. આવકવેરા વિભાગ પાસે પૂરતી જાણકારી હતી કે, પકોડાના દુકાનના માલિક કર ચોરી કરવા માટે કાગળ પર ઓછી આવક દર્શાવી રહ્યા છે.
જાણકારી મળતા આવકવેરા વિભાગના કમિશ્નર ડીએસ ચૌધરીના નેતૃત્વમાં આયકર વિભાગની એક ટીમે બન્ને દુકાનોના એકાઉન્ટની તપાસ કરી હતી. સાથે વિભાગે દુકાનમાં પ્રતિ દિવસ થનારી આવકની જાણકારી મેળવવા માટે એક અધિકારીને દિવસભર દુકાન પર નજર રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ આવકવેરા વિભાગે દુકાનોની વર્ષની ટેક્સ લાયબિલિટીની ગણતરી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


