વડોદરા,તા.૭
આઇઆઇટી આશ્રમ નામની સંસ્થા દ્વારા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે વડોદરાની શાળાઓના ૬ હજાર જેટલા સ્ટુડન્ટની જનરલ નોલેજની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જાકે પરીક્ષા કેન્દ્ર પર કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે અંધાધૂંધી સર્જાઇ હતી. જેના કારણે પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. અને પરીક્ષા આપી શક્્યા નહોતા. જેથી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ખાતે આઇઆઇટી આશ્રમ નામના સંસ્થા દ્વારા શહેરના ૬ હજાર જેટલા સ્ટુડન્ટની જનરલ નોલેજની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેનો સમય સવારે ૯થી ૧૨નો રાખવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ સવારે આઠ વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. જાકે પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થાને લગતા કોઇપણ પ્રકાશના બોર્ડ ન લગાવ્યા હોવાથી વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. અને જ્યાં જગ્યા મળે તે ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. જેથી તમામ રૂમમાં ઠાસી ઠાસીને વિદ્યાર્થીઓ ભરાયા હતા. ૯ વાગ્યે વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યા હતા. જાકે થોડીવારમાં વિદ્યાર્થી પાસેથી પેપર પાછા લઇ લેવામાં આવ્યા હતા. અને ક્લાસરૂમની બહાર મોકલી આપવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેથી પરીક્ષાના આયોજકો કેન્દ્ર છોડીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


