ઉત્રાણ પાવર હાઉસ પ્રાથમિક શાળામાં લાંબા સમયથી પ્રજ્ઞાવર્ગની બેન્ચો ધૂળ ખાઈ છે

0
283

સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી મળેલી બેન્ચો શાળાની લોબીમાં ખડકી દેવાય છે
સુરત, તા. ૨૫
સર્વશિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા પ્રજ્ઞા વર્ગ માટે મોકલાવે બેન્ચોન ગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણ પાવર હાઉસ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધૂળ ખાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકર પ્રાથમિક શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ખાસ કરીને ધો. ૧ થી ૨ને પ્રજ્ઞા વર્ગ ગણીને નાના બાળકોને અનરૂપ બેન્ચો બનાવવામાં આવે છે. આ બેન્ચો જે-તે શિક્ષણ સમિતિને સ્થાનિક સર્વશિક્ષા અભિયાન મારફતે વિતરણ કરવામાં આવે છે. ત્યારે ઉત્રાણ પાવર હાઉસ ખતેની શાળાની લોબીમાં થોકબંધ પ્રજ્ઞાવર્ગની બેન્ચો ધૂળ ખાઈ રહી છે એમ કહેવાય છે કે લાંબા સમયથી આ બેન્ચોનો ઉપયવોગ જ કરવામાં આવ્યો નથી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૨ પ્રજ્ઞા વર્ગમાં અંદાજે આઠથી નવ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાથીઓ માટે શિક્ષણ નિયામક વિભાગ તરફ એસએસએને જરૂરિયાત મુજબ બેન્ચો ફાળવાની હોય છે ત્યારે શિક્ષણ સીમતિના સર્વ શિક્ષા અભિયાનના કનોધનો હજુ આ બેન્ચો ઉત્રાણ પાવર હાઉસની શાળામાં કઈ રીતે આવી? એ સુધ્ધાં ખબર નથી. માત્રને માત્ર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયેલા સર્વ શિક્ષા અભિયાન વિદ્યાર્થીઅોને બેન્ચો પણ ફાળવી શકતી નથી. જેને બેન્ચો હોવા છતાં પણ પ્રજ્ઞા વર્ગના વિદ્યાર્થીઓને નીચે બેસવું પડે છે. આ ધૂળ ખાતી પ્રજ્ઞા વર્ગની બેન્ચોના ઉપયોગ કરવામાંકે વિતરણ કરવામાં બેજવાબદારી દાખવનારા સામે એસએસએનો પ્રોજેક્ટ ઓર્ડિનેટર અને શાસનાધિકારી વિમલ દેસાઈ કાર્યવાહી કરશે?

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY