જગતના તાતનો આવ્યો રડવાનો વારો, ૧ કિલો લસણના મળે છે ૭૫ પૈસા!!

0
11

અમદાવાદ,તા.૨૫
ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળી નથી રહ્યો જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર ૭૫ પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે ૧૫૦ રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે.
છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યુ કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્ર માં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશી લસણના ભાવ મણના રૂ.૧૪૦૦ હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂ.૬૦ થી ૨૭૫ના ભાવે સોદા થઇ રહ્યાં છે.
એક કિલોના ૧૦થી ૧૫ રૂપિયે પડે છે જ્યારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર ૭૫ પૈસા જ મળે છે. એટલે અમારે તો હવે સરકાર કંઇ ન કરે તો વિચારવાનો વારો આવશે કે અમારે ભવિષ્યમાં લસણ વાવવું કે ન વાવવું. જા આવુંને આવું જ રહેશે તો ગુજરાતના ખેડૂતો લસણ જ નહીં વાવી શકે.
એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીઘે ૩૦ હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂ.૬૦ રૂપરડી જેવો તળીયો જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે મળતર તો દૂર, વિધા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY