અમદાવાદ,તા.૨૫
નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરીને હુમલો કરવાના ચકચારી કિસ્સામાં નરોડા પોલીસે યુવકની ધરપકડ કરી છે. એક તરફી પ્રેમમાં પાગલ થઇને યુવક મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કરીને તેને માર માર્યો હતો.
નરોડામાં હંસપુરા એક ફ્લેટમાં રહેતી પરિણીત મહિલાએ પાર્થ રાજેશભાઇ જાશી નામના યુવક વિરુદ્ધમાં છેડતી તેમજ હુમલો કરવાની ફરિયાદ કરી હતી. મહિલા તેના આઠ વર્ષના પુત્ર સાથે રહે છે. થોડાક દિવસ પહેલાં મહિલા ઘરે એકલી હતી ત્યારે પાર્થ જાશી નામનો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો.
પાર્થે મહિલા સાથે બીભત્સ હરકતો શરૂ કરી દીધી હતી. મહિલાએ શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરતાં પાર્થ ઉશ્કેરાયો હતો અને ફરજિયાત સંબંધ રાખવો પડશે તેવી ધમકી આપીને મહિલા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.
મહિલાએ શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરી દેતાં પાર્થ તેના પર હુમલો કરીને નાસી ગયો હતો. મહિલાએ આ મામલે પાર્થ વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે પાર્થ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



