અંકલેશ્વરમાં ૧૧.૫૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો કાર લઈને ભાગ્યા

0
10

અંકલેશ્વર,તા.૨૫
અંકલેશ્વર તાલુકા પોલીસે ગત રાત્રિનાં સમયે નેશનલ હાઈવે ઉપર આવેલી દર્શન હોટલ પાસે રાત્રિનાં સમયે ટેમ્પોમાંથી દારૂનો જથ્થો સગે વગે કરાતો હોવાની બાતમીના આધારે તપાસ કરતાં સ્થળ ઉપરથી કેટલાંક શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૧૧,૫૦,૫૮૪ નો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કૂલ રૂપિયા ૧૫,૫૦,૫૮૪નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા બૂટલેગરોને ઝડપી પાડવાની તજવીજ હાઝ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગત રાત્રિનાં સમયે અંકલેશ્વરથી સુરત તરફનાં રસ્તા ઉપર આવેલી દર્શન હોટલ નજીક ખરોડ ગામની સીમમાં અંધારાનો લાભ લઈને કેટલાંક શખ્સો દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા હતા. જેની તાલુકા પોલીસને જાણ થતાં સ્થળ ઉપર તપાસ કરી હતી. જ્યાંથી પોલીસને જાઈને ટેમ્પો ચાલક, ક્લિનર તથા અન્ય માણસો અને એક સ્વિફ્ટ કાર જીજે-૧૬, એજે-૩૮૫૫ લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે સ્થળ ઉપર તપાસ કરતાં ટેમ્પો નંબર એમએચ-૧૪, બીજે-૨૭૯૦ માં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના બોટલ નંગ ૬૮૦૪ જેની કિંમત રૂપિયા ૧૧,૫૦,૫૮૪ મળી આવ્યો હતો. જે જથ્થો કબજે લઈ ટેમ્પોની કિંમત રૂપિયા ૪ લાખ મળી કુલ રૂપિયા ૧૫,૫૦,૫૮૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અંધારાનો લાભ લઈ કાર લઈે ભાગી છૂટેલા બુટલેગરો અને ડેમ્પોનાં ડ્રાયવર – ક્લિનરને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY