એ આરોપીઓ સામે રાજપીપલા કોર્ટ દ્વારા ક્રિ.પ્રો.કોડની કલમ-૮૨ મુજબનુ જાહેરનામું પ્રસિધ્ધ : તા.૩૦/૧૦/૨૦૧૮ સુધીમાં કોર્ટ રૂબરૂ હાજર થવા હુકમ

0
127

રાજપીપલા, શુક્રવાર – ક્રિ.કે.નં.૧૨૬૮/૧૪ ફસ્ટ. ગુના. નંબર ૯/૧૪, ગરૂડેશ્વર પો.સ્ટે., ઇ.પી.કો. કલમ ૪૯૮ ક, ૫૦૬, ૫૦૪, ૧૧૪ ના કામના આરોપીઓ ગુરજીભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વર્ષ-૬૫ અને ગફારભાઇ ગુરજીભાઇ વસાવા બન્ને રહે. ગડી નિશાળ ફળીયુ, તા.નાંદોદ, જિ. નર્મદા સામે એડી. સીવીલ જજ અને જ્યુડી. મેજી. ફર્સ્ટ કલાસની કોર્ટ, મુ.રાજપીપલામાં તા.૨/૬/૧૪ ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજુ થયા બાદ વારંવાર તેમની સામે સમન્સ અને વોરંટ નિકાળવા છતાં તેઓ વોરંટની બજવણી થવા દેતા નથી. ગત તા.૧૫/૫/૧૫ ના રોજ આ અગાઉના મેજી. સાહેબે પકડ વોરંટ કાઢવાનો હુકમ આંક ૧ ઉપર કરેલ છે. આ કામે આંક ૩ અને આંક ૪ થી અનુક્રમે આરોપી નં.૧ અને ર સામેનું વોરંટ તેઓ કાઠીયાવાડ મજુરી કામે ગયા હોવાના શેરા સાથે પરત આવેલ છે. આરોપીઓ સામે આક્ષેપીત ગુનાની કાર્યાવાહી છેલ્લા પાંચ વર્ષથી પેન્ડીંગ પડેલ છે. રેકર્ડ આધારે તેઓ આ કાર્યવાહી આગળ ચલાવવા માંગતા ન હોવાથી પ્રોસેસની બજવણી થવા દેતા નથી. આથી તેમની સામે ક્રિ.પ્રો.કોડની કલમ- ૮૨ મુજબ હાલનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આરોપીઓને મુદત તા.૩૦/૧૦/૧૮ સુધીમાં આ કોર્ટ રૂબરૂમાં હાજર થવા હુકમ કરવામાં આવે છે, અન્યથા તેમની સામે ક્રિ.પ્રો.કોડ હેઠળ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ ઉક્ત જાહેરનામા દ્વારા જણાવાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY