હાર્દિક કોંગ્રેસ માટે રોજિંદા પગાર પર કામ કરતો’તો, હવે સભ્ય બન્યોઃ ઓમ માથુર

0
5

જયપુર,તા.૧૩
પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. ત્યાર બાદ બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ માથુરે હાર્દિક પટેલ પર નિશાન તાકતા કહ્યુ કે, તે હવે કાયમી સભ્ય બની ગયો છે. આ અગાઉ તે કોંગ્રેસ માટે રોજિંદા પગાર પર કામ કરતો હતો.
ઓમ માથુરે જણાવ્યું કે, કોંગ્રેસના ઈશારા પર હાર્દિકની આગેવાનીમાં આંદોલન કરવામાં આવી રહ્યાહતા, હવે પાર્ટીમાં જાડાઈ ગયા બાદ તેને કાયમી નિમણૂક મળી ગઈ છે. ગુજરાત કોંગ્રેસમાં હાલ ભાગદોડ મચેલી છે અને લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો સતત ભાજપમાં જાડાઈ રહ્યા છે. હજુ બીજા ૪-૫ ધારાસભ્ય ભાજપમાં જાડાવા માટે તૈયાર છે. ઓમ માથુરે કોંગ્રેસને પોતાનું ઘર સંભાળવાની પણ સલાહ આપી છે.
હાર્દિક પટેલ દ્વારા ચૂંટણી લડવાની સંભાવનાઓ અંગે ઓમ માથુરે જણાવ્યું કે, તે જામીન પર છુટેલો છે. તેને બચાવી રાખવામાં સફળ થાય તો જ ઘણી મોટી વાત કહેવાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY