૮ જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી
ન્યુ દિલ્હી,તા.૨૪
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત મામલામાં મ્ત્નઁ સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો ટાળી દીધો છે. આ મામલાની આગામી સુનાવણી હવે ૮ જાન્યુઆરીએ થઈ શકે છે.
સ્વામીએ માગ કરી છે કે પોલીસની વિજિલન્સ તપાસ અહેવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવે, બીજી અરજીમાં માગ કરી કે તેમણે કેસમાં પક્ષકાર બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલાની સુનાવણી થઈ હતી તો કોર્ટે મામલાની સુનાવણી ૨૦ તારીખ સુધી ટાળી દીધી હતી.
સુનંદા પુષ્કરે ૧૭ જાન્યુઆરીએ ૨૦૧૪ની રાત્રે દિલ્હીના એક લક્ઝરી હોટેલમાં લાશ મળી હતી. તે સમયે શશી થરૂરના સરકારી બંગલાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું. તેથી બન્ને આ હોટલમાં રહી રહ્યા હતા.
અગાઉ શશી થરૂરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીને આ કેસમાં દખલ આપવાથી રોકવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



