ફલધરા ખાતે જલારામ જયંતીની શ્રદ્ધા પૂર્વક કરાયેલી ઉજવણી

0
183

મંત્રી પાટકરે જલારામ મંદિરમાં પૂજા કરી
વલસાડ, તા.૧૫
વલસાડ તાલુકાના ફલધરા ખાતે વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જલારામ જયંતિ અવસરે જલારામબાબપાની આરતી ઉતારી પુર્જા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે જલારામબાપાની યોજાયેલી શોભાયાત્રામાં પણ મંત્રીશ્રીએ ભાગ લીધો હતો. પૂજા-આરતી બાદ જલારામ મંદિરે આવતા ભક્તો માટે અપાતા મહાપ્રસાદની શરૂઆત પણ મંત્રીશ્રીએ કરાવી હતી. આ અવસરે મંત્રીશ્રીએ જલારામ જયંતિની શુભકામનાઅો પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિવિધ પ્રવાસનધામોના વિકાસ માટે સહાય આપી રહી છે. જેના થકી અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસનધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ભી થઇ છે. તેમજ જલારામધામ ફલધરાનો વિકાસ વધે તે માટે અભ્યર્થના વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા બનતી સહાય આપવા પણ જણાવ્યું હતું. તેમણે મંદિરના વિકાસ માટે રૂ.૨પ હજારનો ચેક ફુલસિંહભાઇએ અર્પણ કર્યો હતો.
આ અવસરે ગામના સરપંચ નૈલેષભાઇ, દાતાઅો, ગ્રામ અગ્રણીઅો સહિત જલારામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY