નડિયાદ નગરપાલિકા દ્ધારા રૂા.૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સ્‍વીમીંગ પુલ તથા ટેનિસ કોર્ટનું નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ

0
182

નડિયાદઃ નડિયાદ નગરપાલિકા દ્ધારા દાવલીયાપુરા ખાતે સ્‍વર્ણિમ જ્યંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ અંદાજે રૂા.૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સ્‍વીમીંગપુલ તથા ટેનિસ કોર્ટનું નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, નડિયાદ નગરપાલિકા દ્ધારા શહેરીજનોની સુવિધા અને તરણ તથા ટેનિસની રમતને ઉત્તેજન મળે તે માટે સ્‍વર્ણિમ જ્યંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ દાવલિયાપુરા ખાતે ઓલેમ્‍પિક કક્ષાની સ્‍પર્ધા થઇ શકે તેવો ૫૦ મીટર × ૨૫ મીટર સાઇડનો સ્‍વીમીંગપુલ બનાવવામાં આવ્‍યો છે. સ્‍વીમીંગપુલની બન્‍ને બાજુ બેઠક વ્‍યવસ્‍થા ઉપરાંત ઓફિસ બિલ્‍ડીંગ તથા પુરૂષ અને મહિલાઓ માટે ચેન્‍જીંગ રૂમ બનાવવામાં આવ્‍યા છે. સ્‍વીમીંગપુલમાં ક્લોરીનયુક્ત પાણી માટે ક્લોરીનેશન પ્‍લાન્‍ટ પણ બનાવવામાં આવ્‍યો છે. આ સંકુલમાં ૧૪ મીટર × ૨૮ મીટરની ટેનિસ કોર્ટનું પણ નિર્માણ કરવામાં આવ્‍યું છે. સંકુલમાં ફુડકોર્ટ તેમજ ટોયલેટ બ્‍લોક પણ બનાવવામાં આવ્‍યા છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમખુ શ્રીમતી દિપીકાબેન પટેલ, નગરસેવકો, પદાધિકારીઓ, કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી લલિત પટેલ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY