સેલવાસથી લવાયેલો દારૂનો જથ્થો મોટા વરાછામાં પકડાયો

0
7

ડીસીબીએ ત્રણ બુટલેગરોની ધરપકડ કરી
સુરત, તા.૧૭
સેલવાસથી લવાયેલા દારૂના જથ્થા સાથે ડીસીબી પોલીસે ત્રણ જણાંની ધરપકડ કરી દારૂ સપ્લાયર સેલવાસના રાહુલ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ડીસીબી પોલીસને મળેલ બાતમીના આધારે મોટા વરાછા ગોપીનાથ સોસાયટી પ્લોટ નં.એ/૧૨૬ના ત્રીજા માળે દરોડા પાડી રૂપિયા ૬૮૬૪૦ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસે ઈશ્વર જયંતી, વિજય સોહનલાલ, ગોપાળ ડાંગીની ધરપકડ કરી હતી. જ્યારે સેલવાસના રાહુલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY