૧૯ વર્ષ બાદ અકસ્માતમાં મુત્યુ પામનારના પરિવારને મળશે ન્યાય:

0
87

૪૫ લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

ભુજ કચ્છ : ૨૯/૯/૧૯૯૯ના મમુઆરા થી કુકમા તરફ જતી મોટરસાયકલ સાથે ટ્રક અથડાતાં મોટર સાઈકલ ચાલક હરીશભાઇ શાંતિલાલ પરમાર (ઉ.વ.૩૪)નું મુત્યુ થવાથી તેમના વારસો જાગૃતિબેન એચ. પરમારના વળતરના રૂ.૩૫,૦૦,૦૦૦ મળવા કરેલ વળતરની અરજીમાં મોટર એક્સિડન્ટસ કલેઇમ્સ ટ્રિબ્યુનલ ના સભ્ય સી.એસ.અધ્યારૂ એ ટ્રક ચાલકની બેદરકારી ઠરાવી રૂ.૪,૬૫,૫૦૦ દાવા ખર્ચ અને વ્યાજ સહિત મંજૂર કર્યા હતા,આ માટે ભુજ કોર્ટ થી લઈને છેક અમદાવાદ હાઇકોર્ટ સુધી ન્યાય મેળવવા માટે જવું પડ્યું હતું. કુકમામાં કેબલ,ચા,શેરડીનો વ્યવસાય કરનાર હરીશ શાંતિલાલ પરમાર તા.૨૯/૦૯/૧૯૯૯ના રોજ મમુઆરા થી કુકમા તરફ જતા માર્ગ પર અકસ્માતમાં મુત્યુ થાય હતું.,મૃતકના પરિવારએ ટ્રક ડ્રાઈવર,ટ્રક માલિક,વીમા કંપની સામે કરેલા દાવામાં લાંબા ગાળાના કાનૂની જગ બાદ આ રકમ વ્યાજસહિત મૃતક પરિવારને મળશે.આથી અગાઉ મોટર એક્સિડન્ટસ કલેઇમ્સ ટ્રિબ્યુનલે આવકવેરો ન ભરતા હોવાથી માસિક ફક્ત આવક રૂ.૩૦૦૦ હોય તેમ ગણીને તેમના પરિવારને રૂ.૪,૬૫,૫૦૦ ચૂકવા હુકમ કર્યો હતો.આ કેસ લડતા નામંકિક ધારાશાત્રી શંકરભાઇ સચદે અને હાઇકોર્ટના ધારાશાત્રી હેમલ એલ. શાહે હાઇકોર્ટમાં ડંકો વગાડ્યો હતો. નામદાર હાઈકોર્ટે જણાવેલ છે કે એ વાત ખરી છે કે મૃતક ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા ન હતા. પરંતુ મૃતક ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા ન હોવાના કારણસર અરજદારોએ રજુ કરેલ સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવો નજર અંદાજ કરી શકાય નહિ તેમ ઠરાવી નામદાર હાઈકોર્ટેએ આવકમાં ૪૦% વધારો લક્ષમાં લઈ ભવિષ્યની માસિક આવક રૂ.૧૭,૫૦૦ મુકર કરી વળતરના રૂ.૨૩,૬૦,૦૦૦ દાવા ખર્ચ તથા અરજીની તારીખથી ચડત વ્યાજ સહિત અરજદારોને ચૂકવી આપવા ટ્રક ચાલક,ટ્રક માલીક તથા વીમા કંપની સામે હુકમ કરતા અરજદારોએ વધારાના રૂ.૪૫,૩૦,૯૩૨ જમા કરાવી આપવા કંપનીને નોટિસ બજાવેલ છે.

નામદાર હાઈકોર્ટ સમક્ષ અરજદારના પરિવાર તરફથી કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને હાઇકોર્ટના એડવોકેટ હેમલ શાહ હાજર રહ્યા હતા.

ગૌતમ બુચિયા:9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY