જામનગર,તા.૩
જામનગર શહેરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણીના ભાગરૂપે આશાદીપ દિવ્યાંગ કલ્યાણકારી ટ્રસ્ટના નેજા હેઠળ શહેરના તમામ દિવ્યાંગ ભાઈઓ- બહેનો દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. અને માજી સૈનિક માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા હતા. અને લોકોએ પણ ઉદાર હાથે સહકાર આપ્યો હતો.
જામનગરના દિવ્યાંગો માટે બનેલી સંસ્થા આશાદીપ દિવ્યાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ૩જી ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે લાલબંગલા સર્કલ થી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૭મી ડિસેમ્બરે રાષ્ટ્રીય સેના ધ્વજ દિવસ આવી રહ્યો છે. જેની ઉજવણીના અનુસંધાને માજી સૈનિકો અને તેમના આશ્રિતો ના કલ્યાણ અર્થે ફાળો એકત્ર કરવા માટે રેલી યોજાઇ હતી.
જે રેલી લાલ બંગલા સર્કલ થી પ્રારંભ થઇ અંબર ટોકીઝ રોડ, જી.જી.હોસ્પિટલ રોડ, ગેડીગેટ, સજુબા ગર્લ્સ હાઇસ્કુલ, ચાંદી બજાર, માંડવી ટાવર રોડ, ખંભાળિયા ગેટ, ઓસવાળ હોસ્પિટલ રોડ, સાત રસ્તા, જિલ્લા પંચાયત થઈ ફરીથી લાલ બંગલા પાસે પૂર્ણ થઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




