તરઘડી પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત, ટ્રક ચાલક નાસી છૂટયો

0
5

રાજકોટ,તા.૩
રાજકોટના તરઘડી ગામ પાસે બાઇક પર જતા બે વિદ્યાર્થીને ટ્રકે અડફેટે લેતા બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓ શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ફૂટબોલની માફક હવા ફંગોળાયા હતા અને રોડ પર પટકાયા હતા. બંને વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટ્રકચાલક ટ્રક રેઢો મુકી ફરાર થઇ ગયો હતો.
ઘટનાને લઇને લોકો ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા દોડી આવી હતી. મૃતક શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ઝાલા ધ્રોલમાં રહેતા હતા. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડયા હતા. પોલીસે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY