જામનગર,તા.૫
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં નોનવેજની રેકડીઓ મોડી રાત્રી સુધી ખુલ્લી રહે છે. અને ત્યાં લૂખ્ખા તત્વો એકત્ર થઇને તકરાર કરતા હોય છે અને ક્યારેક ઘટનાઓને મોટું સ્વરૂપ આવી જતું હોવાથી આવા તત્વોને કાબૂમાં રાખવા તેમજ લુખ્ખા તત્વોને એકત્ર થતા રોકવા માટે શહેરની તમામ નોનવેજની રેકડીઓને દૂર કરવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.
રાજપુત સમાજ દ્વારા રેલી યોજી નોનવેજની રેકડીઓને બંધ કરવા માટે આવેદનપત્ર અપાયા પછી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સાત રસ્તા સર્કલમાંથી પાંચ રેકડીઓ કબજે કરાઈ હતી. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં નોનવેજની રેકડીઓ બંધ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે એસ્ટેટ શાખાની ટીમ દ્વારા નોનવેજની રેકડી દૂર કરી લેવા સૂચના અપાઇ હતી.
જેના ભાગરૂપે શહેરમાંથી ૬૦ જેટલી નોનવેજની રેકડીઓ હાલમાં બંધ થઈ ગઈ છે. રાત્રે નોનવેજની બે રેકડીઓ ચાલુ હતી જે એસ્ટેટ શાખા દ્વારા કબજે કરી લેવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




