કારગિલના હીરોની ફિલ્મ બનાવતાં ગૌરવ અનુભવું છું : કરણ જોહર

0
9

મુંબઈ,તા.૧૦
ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યું હતું કે કારગિલ વારમાં બહાદૂરી દેખાડનારા શહીદ કર્નલ વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મ બનાવતાં અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.
કર્નલ વિક્રમ બાત્રાનો બર્થ ડે હતો ત્યારે એક ઇવેન્ટમાં કરણે ટ્‌વીટર પર મૂકેલા સંદેશામાં કહ્યું હતું. કરણ પોતાના બેનર ધર્મા પ્રોડક્શન્સ અને સહનિર્માતા શબ્બીર બોક્સવાલા સાથે આ ફિલ્મ બનાવી રહ્યો છે.
આ ફિલ્મમાં કરણ જાહરના માનસ સંતાન સમો અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ બનાવવાનું સૂચન પણ સિદ્ધાર્થે કરણને કર્યું હતું.
૨૦૧૨માં કરણ જાહરે નિર્દેશન કરેલી સ્ટુડન્ટ આૅફ ધી યર ફિલ્મથી સિદ્ધાર્થ અભિનેતા થયો હતો. અત્યાર અગાઉ સિદ્ધાર્થે કરણ સાથે ઇત્તેફાક, કપૂર એન્ડ સન્સ તથા બ્રધર્સ ફિલ્મો કરી હતી. જા કે સિદ્ધાર્થ પોતાના અભિનયના જારે એેક પણ હિટ ફિલ્મ આપી શક્્યો નથી. આમ છતાં હજુ સુધી કરણે એને પડતો મૂક્્યો નથી. સિદ્ધાર્થની સાથે અભિનયની કારકિર્દી શરૃ કરનારાં અન્ય બંને કલાકારો આલિયા ભટ્ટ અને વરુણ ધવન અત્યારે ટોચના કલાકારોની યાદીમાં મૂકાયેલાં છે. બંને કલાકારો એક કરતાં વધુ હિટ ફિલ્મો આપી ચૂક્્યાં છે.
આ ફિલ્મની સ્ક્રીપ્ટ સંદીપ શ્રીવાસ્તવે લખી છે અને વિષ્ણુ વર્ધન એના ડાયરેક્ટર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY