‘ઈશારો ઈશારો મેં’ના સેટ પર મુદિત નાયર ઘાયલ, હાથમાં ૭ ટાકા આવ્યા

0
2

મુંબઈ,તા.૨૫
હાલમાં જ સિરિયલ ‘ઈશારો ઈશારો મેં’ના સેટ પર લીડ એક્ટર મુદિત નાયર એક સિક્વન્સ શૂટ કરવા સમયે ઘાયલ થઇ ગયો. તેમ છતાં મુદિતે શૂટિંગ ચાલુ રાખ્યું. શો સાથે જોડાયેલ એક નજીકના સૂત્રએ જણાવ્યું કે ટીમ મેમ્બર્સ મુદિતને તરત જ હોસ્પિટલ લઈને ગયા અને તેણે ત્યાં માત્ર ડ્રેસિંગ કરવા માટે કહ્યું અને પરત ફરીને સિકવન્સ ખતમ કર્યો. જોકે ત્યારબાદ તેના બધા શૂટિંગ સિકવન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા.
એક સમાચાર પત્રક સાથેની વાતચીત દરમ્યાન ઘટના વિશે જણાવતા મુદિતે કહ્યું કે, ‘શોમાં યોગી એક ઇલેક્ટ્રોનિક આઈટમ રિપેરિંગ શોપના મલિક છે. સ્ટોરીમાં એક સીન હતો જ્યાં યોગી પોતાનાં તૂટેલાં લગ્નથી નારાજ હતા અને પોતાની દુકાનમાં રેડિયો ફેંકે છે. સીન કરતા સમયે મારી સાથે એક દુર્ઘટના ઘટી ગઈ, જ્યાં મને રેડિયોના શોપ કોર્નર્સનો જબરદસ્ત કટ લાગી ગયો.’
‘આનાથી મારા હાથમાં લોહી નીકળવા લાગ્યું અને શૂટિંગ રોકવું પડયું. અમે ખૂબ જ મહત્ત્વનાં સીનનું શૂટિંગ કરી રહ્યા હતા અને મોટાભાગના સીન મારા વગર અધૂરા હતા આ વાતને ધ્યાનમાં રાખીને મને તરત નજીકના હોસ્પિટલમાં લઇ ગયા. ૭ ટાકા બાદ હું ફરી આવ્યો અને ૩૦ મિનિટ પછી શૂટિંગ ફરી શરૂ કર્યું. હવે હું સમય પર ડ્રેસિંગ અને કાળજી રાખું છું જેનાથી મને આગળના સીન માટે સ્ટ્રોંગ રહેવામાં મદદ મળે છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY