વડાપ્રધાન મોદી આજે જામનગરમાં જીજી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

0
1

જામનગર,તા.૩
જામનગરમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ વ્યસ્ત બન્યુ છે. શહેરમાં જી.જી.હોસ્પીટલ પટાંગણ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી ગોઠવવામાં આવી રહી છે. વડાપ્રધાનની જામનગરની મુલાકાતના પગલે રેન્જ આઇજી ઉપરાંત પાંચ જિલ્લાના એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓ, સીઆરપીએફ, હોમગાર્ડઝ જવાનો સહિતના ધાડા ઉતારીને ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યો છે. જ્યારે એસપીજી ટુકડીનું પણ જામનગરમાં આગમન થયું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દ્વારા જી.જી.હોસ્પીટલ ખાતે નવા બિલ્ડીંગ, રેડીયોલોજી વિભાગ ઉપરાંત આજી-૩થી જામનગર સુધીની પાઇપ લાઇન યોજના સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. ૧૦ કરોડ લીટર પ્રતિદિન ક્ષમતાનો ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જાડીયા ગામ ખાતે સ્થપાશે જેનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે કરવામાં આવશે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમોના જુદા જુદા સ્થળો ખાતે આજે ફાઇનલ રીહર્સલ યોજાનાર છે. જામનગરમાં છેલ્લા બે દિવસથી પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્તની ફાળવણી સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY