હવે હું એકલી નથી,મારા જીવનમાં કોઇ ખાસ છેઃ કંગના રનૌત

0
5

મુંબઇ,તા.૩
એકટ્રેસ કંગના રનૌત સાથે જાણે કે વિવાદ હંમેશા જાડાયેલો જ રહે છે. ક્્યારેક પોતાની ફિલ્મોને લઈને તો ક્યારેક પોતાના આગવા લાક્ષણિક અંદાજથી તો ક્યારેક પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. હાલમાંજ આવા એક ઈન્ટરવ્યુમાં કંગનાએ એક ખુલાસો કર્યો છે. કંગનાએ કહ્યું કે તે એક ખાસ રિલેશનશિપમાં છે. જા કે તે કોની સાથે રિલેશનશિપમાં છે તે અંગે હાલ જાણકારી આપી નથી. કંગનાએ કહ્યું કે હું આજકાલ ખુબજ ખુશ છુ કેમકે મારા જીવનમાં કોઈ ખાસ છે. હવે હુ એકલી નથી.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર હાલમાં જ કંગનાએ એક ઈન્ટરવ્યુમાં રિલેશનશિપ સ્ટેટસને લઈને જાણકારી આપી હતી. કંગનાએ હસતા કહ્યું કે હા મારી જિંદગીમાં પણ કોઈ ખાસ છે. કંગનાએ કહ્યું કે આજે જે મુકામ પર હું ઉભી છુ ત્યાં રેગ્યુલર ડેટીંગ જેવુ મારા માટે હવે જરૂરી નથી. હા એવુ જરૂર હતુ કે તેને એક સાથીની જરૂર હતી જે તેને સાથ આપે ઉત્સાહિત કરે તેના દરેક પગલાંમા સાથ આપે.
રિપોર્ટસ અનુસાર કંગના જ્યારે રિલેશનશિપમાં શું એક્સપેક્ટ કરી રહી છે તેવુ પુછ્યુ તો કંગનાએ કહ્યું કે હુ જ્યારે ૨૦ વર્ષની હતી ત્યારે મારી વ્યાખ્યા કંઈક અલગ હતી આજ કારણ છે કે હવે તેને હેન્ડલ કરવી ખુબજ સરળ છે કેમકે તે પહેલા કરતા ખુબજ પાકટ બની ચુકી છે.
જો કે તેને જીવનમાં કેટલાક કડવા અનુભવ પણ થયા છે. પણ કંગનાનું કહેવુ છે કે હું જલ્દીથી મુવઓન કરી જાવ છુ અને આગળ વધવામાં માનું છુ. કંગનાએ આગળ કહ્યું કે અત્યાર સુધીમાં કેટલાયે અફેર થયા દરેક બ્રેકઅપ બાદ લાગતુ હતુ કે હવે મારી લવ લાઈફ ખતમ થઈ ગઈ, પણ કેટલાક મહિનાઓ પછી ફરી પ્યાર કરવા લાગતી. આ એક ખુબજ સુંદર અનુભવ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY