જનપદ હાપુડ,તા.૨૬
ઉત્તર પ્રદેશના જનપદ હાપુડના એક યુવકે મેસેન્જર પર મેસેજ કરીને પત્નીને ત્રણ તલાક આપ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે, તલાક બાદ દીકરીના સાસરીયાવાળાઓએ તેને ઘરની અંદર બંધ કરી દીધી છે. પીડિતાના માતા-પિતાની ફરીયાદથી તેમની સાથે આવેલ પોલીસે તેમની દીકરીને નરાધમોના ત્રાસમાંથી મુક્ત કરાવી. પરિવારનો આરોપ છે કે, તેમનો જમાઈ અને તેમન માતા-પિતા તેમની પાસેથી દહેજમાં બાઈક અને બે લાખ રૂપિયા માંગતા હતા. દહેજ નહીં ચૂકવી શકવાને કારણે તેમણે અમારી દીકરીને વોટ્સએપ પર મેસેજ કરીને ત્રણ તલાક આપ્યા છે.
આ ઘટના જનપદ હાપુડના સિંભાવલી વિસ્તારના વેટ ગામની છે. જ્યાં બે લાખ અને બાઈકની ડિમાન્ડ પૂર્ણ નહીં કરી શકવાના કારણે તાજ મોહમ્મદે પોતાની પત્નીને વોટ્સએપ પર મેસેજ કરીને ત્રણ તલાક આપ્યા. તાજ મોહમ્મદના લગ્ન ત્રણ વર્ષ પહેલા દિલ્હીની રહેવાસી રૂબિયા સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસરીયાઓ સતત રૂબીયા સમક્ષ દહેજની માંગણીઓ કરીને ત્રાસ ગુજારતા હતા.
સતત દહેજની માંગણી કરવાના કારણે દીકરીના માતા-પિતાએ તેના સાસરીવાળાઓને ૫૦ હજાર રૂપિયા તો ચૂકવી દીધા હતા. ત્યારબાદ તેમની લાલચ વધતા તેમણે બે લાખ રૂપિયા અને એક બાઈકની માંગ કરી. જ્યારે તેમને દહેજ રૂપે બાઈક અને પૈસા ન મળ્યા ત્યારે તેણે યુવતીને વોટ્સએપ પર મેસેજ કરીને તલાક.. તલાક.. તલાક.. આપી દીધા. ત્યારબાદ તેને ઘરમાં જ ગોંધી રાખી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




