કારે ૨ બાઈકચાલકને અડફેટે લીધા, એકનું મોત

0
7

વલસાડ,તા.૨૬
વલસાડ ખેરગામ રોડ ઉપર ગોરવાડા વળાંક પાસે પૂર ઝડપે કાર ચાલકે ૨ મોટર સાઇલકોને અડફેટે લીધી હતી. જેમાં એક મોટર સાઇકલ ચાલકને ગંભીર ઇજાને લઇ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઈક ચાલકને નજીવી ઇજા થઇ હતી. આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
વલસાડ ખેરગામ રોડ ઉપર આછવણીથી ગણેશ ગુલાબ પટેલ પોતાની મોટર સાઇકલ નં. જીજે-૨૧-બીબી-૨૨૯૬ ગુંદલાવ કંપનીમાં રાત્રે નોકરી માટે આવતો હતો. દરમિયાન ગોરવાડા પાસે વળાંક ઉપર વલસાડથી ખેરગામ જતી કાર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને સામેથી આવતી મોટર સાઈકલને ટક્કર મારી ધડાકાભેર ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન જતા તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી.
ગણેશ પાસે એટીએમ સિવાય બીજા કોઈ ઓળખના પુરાવા મળ્યા ન હતા. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યારે ઘટના સ્થળથી જાણવા મળ્યા મુજબ આ કાર ચાલકે અન્ય બાઇકને અડફેટે લીધી હતી. તે મોટર સાઇકલ ચાલકને નજીવી ઈજાઓ થઇ હતી. ઘટના સ્થળથી કાર ચાલકે પોતાની લાઈટ બંધ કરી કાર ફૂલ સ્પીડે હંકારી ગયો હતો. જેથી અવર જવર કરતા લોકોને કારનો નંબર મળી શક્્યો ન હતો. ઘટનાની મુકેશ બચુ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY