સુરત,તા.૨૬
કોટ વિસ્તારમાં પાણી અને ડ્રેનનેજ લાઈનની કામગીરીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી રાજમાર્ગ સિટી બસ લેવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજમાર્ગ બંધ રહેતા સિટી બસ સેવાને અસર પહોંચી છે. પાલિકાએ સ્ટેશનથી વાયા ચોક થઈને જતા બાર જેટલા રૂટને ડાયવર્ટ કર્યા છે. રાજમાર્ગ બંધ રહેતા રાંદેર ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે બસ સેવાને સૌથી વધુ અસર પહોંચી છે. અને સિટી બસમાં મુસાફરી કરતા બંનેને ઝોનના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલિકા દ્વારા સિટી બસ સેવા કાર્યરત કરવામાં આવી છે. જાકે, રૂટ માંડ માંડ સ્થાયી થાય ત્યાં કોઈને કોઈ કારણોસર રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી રહી છે. હાલમાં રાજમાર્ગના તમામ રૂટ બંધ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટાવર રોડ પર પાણી અને ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આ કામ પુર્ણ કરવાનું હતું. જાકે, આજ સુધી પુર્ણ થયું નથી.સ્ટેશનથી વાયા ચોક થઈને રાંદેર રોડ, યુનિવર્સિટી, વરિયાવ સહિતના તમામ રૂટ જીલાની બ્રિજ અને રિંગરોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બાર રૂટ ચોકને બદલે ડાઈવર્ટ કરવાની ફરજ પડતા પાલિકાને રોજ પંદરથી વીસ હજાર મુસાફરો ગુમાવી રહી છે. જ્યારે પાણી અને ડ્રેનેજ લાઈનના ખોદકામના કારણે સ્થાનિક રહેવાસીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



