જૂનાગઢ ખાતે સ્વામીનારાયણ ટેમ્પલ કમિટીની ચુંટણીમાં કવરેજ કરી રહેલા પત્રકાર પર પોલીસે લાઠી વીંઝી . આ ઘટનાથી પત્રકાર આલમ સમસમી ઉઠી . રજૂઆત , ધરણા અને રોષ વ્યક્ત કરતી નારેબાજી પણ કરી , જૂનાગઢ સિવાય રાજકોટ , અમદાવાદ , વડોદરા માં પણ પત્રકારોએ પોતાની લાગણી પ્રજા અને સરકાર સુધી પહોચાડવાના પ્રયાસો કર્યા . આખરે લાઠીચાર્જ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ઁજીં ને સસ્પેન્ડ કરવામાં આવ્યા . પત્રકાર મિત્રો એ કોલાર ઉચા કર્યા કે જુઓ આ અમારી સંગઠનની તાકાત !
શું આ વાસ્તવિક ચિત્ર છે ? પત્રકાર મિત્રોએ આત્મમંથન કરવાની જરૂર છે . સસ્પેન્શનનું પગલું ભરાવા પાછળ પણ સસ્પેન્સ છે . આને પત્રકાર મિત્રો પોતાનો વિજય ન સમજે.
પત્રકારોની આવી દશા કિયારથી , કેમ અને કોણે કરી તે અંગે પણ આત્મમંથન કરવાની જરૂર છે. લોકતંત્રના આ મહત્વના સ્તંભને લુણો લાગતાં લાગતા હવે જીર્ણ – શીર્ણ થવા લાગ્યો છે . એક પણ રાજકારણી શાસક કે વિપક્ષ આ સ્તંભ મજબુત રહે તેની તરફેણમાં નથી . પત્રકારો પરના અત્યાચાર સમયે જે પણ પક્ષ વિરોધ પક્ષમાં હશે તે પત્રકારો પાસે દોડી આવશે . પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને લોકતંત્રના આ ચોથા સ્તંભની ચિંતા છે . તેમને તો પોતાના હિસાબ કિતાબ સરભર કરવા જે મોકો મળ્યો છે તેનો લાભ જ લેવો છે . ઘણા વિપક્ષી નેતાએ કોઈ ખુંચતા પ્રશ્ને પત્રકારને ઉતારી પાડ્યો હોય એવી ઘટના બની છે અને તેવા સમયે બાકીના બધા જ પત્રકાર મિત્રો ચુપ રહ્યા છે , અથવા આનંદ અનુભવ્યો છે . આ આપણી વાસ્તવિક્તા છે .
પત્રકારોએ કીયારેય પણ કોઈનાથી પ્રભાવિત થવું જાઈએ નહિ . આ પાયાની વાત હવે વિસરાઈ ગઈ છે . આપણે સત્તાધારીથી પ્રભાવિત થઇ જઈએ છીએ , આપણે દંભી ભગતડાઓ , જટાધિઓ અને અનેક નંગ – માળા ધારણ કરનારા લંપટોથી પણ પ્રભાવિત થઇ જઈએ છીએ . આપણે પ્રભાવિત થવા લાગ્યા તેમાં ક્્યાંક આપણો સ્વાર્થ પણ કારણભૂત છે . આપણને આર્થિક ફાયદો કરાવે , આપણા પરિવારનું કોઈ નાણું મોટું કામ ઉકેલી આપે , આપણા પુત્ર – ભાઈ ને નોકરીએ લગાવી આપે કે કોઈ સાધુ આપણને કોઈ નંગ આપે અને આપણે રાજી રાજી થઇ તેના ગુણાનું વાદમા પડી જઈએ છીએ .
આપણે સત્તાધારી પક્ષના નેતાઓ કે મુખ્યમંત્રી – મંત્રીઓ સાથે નિકટતા એટલા માટે પણ કેળવવી પડે છે કે આપણા બોસ ગમે ત્યારે આપણને એવું કોઈ કામ સોપી દે છે જેમાં આપણી નોકરીનો સવાલ આવી જાય છે , અને આ બધું કરવામાં પત્રકારત્વના પાયામાં લુણો લાગવો શરુ થયો.
આપણા બોસ એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ ન્યુઝ પસંદ કરે છે , એ જાણ્યા પછી આપણે બોસ પાસે સારા થવા માટે સરકાર વિરુદ્ધના સમાચારોનું જાતે સર્જન કરતા થઇ ગયા છીએ , અને આવા કારણોસર સરકાર મિડિયા પર વધુને વધુ નિયંત્રણો લાદવા લાગી . વિધાનસભાનું કવરેજ કરતા મિત્રોને જાણ હશે જ કે છેલ્લા ૧૫ વર્ષમાં મિડિયા ઉપર કેટલા નિયંત્રણો લદાયા છે . આ નિયંત્રણો પાછળ આપણે કેટલા જવાબદાર છીએ તે પણ વિચારવું જાઈએ . જયારે સરકારી તંત્રને લાગે છે કે મુખ્યમંત્રી – ગૃહમંત્રી કે મંત્રીઓ મીડિયાને બહુ ભાવ આપતા નથી , ત્યારે બ્યુરોકેટસ તેનો ફાયદો ઉઠાવી મીડીયાને પોતાના હાડ પીંજારો ભરેલા કબાટોથી દુર રાખવામાં સફળ થાય છે . આજના સંજાગોમાં કૌભાંડોની ફાઈલો આવા અનેક અધિકારીઓની કચેરીમાં મૌજુદ હોવા છતાં મિડીયાને દુર રાખવામાં સફળ રહેલું સરકારી તંત્ર બચી જઈ શકે છે .
જૂનાગઢની ઘટનામાં પોલીસ કર્મીઓના સસ્પેન્શનથી હરખાઈ જવાની જરૂર નથી . નુકસાન મીડિયાને જ થવાનું છે . અને પત્રકાર મિત્રો ધરણા અને આવેદન પત્રથી વધુ કશું જ કરી શકે તેમ નથી . શું આપણે કોઈ મહત્વના સમાચાર ને રોકી શકીએ તેમ છીએ ? કોઈ અધિકારી – મંત્રીનો બહિષ્કાર કરી શકીએ છીએ ? બોસના રોષ અને સહકારનો પડઘો જ સમાચાર માધ્યમમાં પડતો હોય છે . આ આપણી વાસ્તવિક્તા છે . તેનો સ્વીકાર કરીને આપણે આપણી લડત અને આપણા ઉશ્કેરાટને દિશા આપવી જાઈએ . પોલીસ તંત્ર સાથે વેર બાંધ્યા પછી નુકસાન મહેનત કરીને રિપોર્ટીંગ કરતા આપણા પત્રકાર મિત્રોને જ થવાનું છે . સમાચાર મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે , તેમાં વધારો થશે . જેમને ફોન અથવા પ્રેસનોટનાં આધારે રિપોર્ટીંગ કરવું છે તેમને કોઈ જ તકલીફ નથી . જેમને પોલીસ સ્તેશાની દયા ઉપર જીવવું છે તેમને પણ કોઈ તકલીફ નથી . પરંતુ જેમને બોસ – શેઠ – માલિકની દયા ઉપર નોકરી કરીને જીવવું છે તેમને કોઈ પણ તંત્ર સામે દુશ્મની મોંઘી પડી જતી હોય છે . અધિકારીઓના સહકાર વિના સમાચારોનું સર્જન ફિક્કું ફિક્કું જ હોય છે. આ વાસ્તવિક્તા સીનીયર પત્રકારો બરાબર સમજતા જ હશે. આપણે આપણા વ્યવસાયને લાયક બનીને સંઘર્ષ કરીશું તો સફળતા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





