ભરૂચ તાલુકાના કારેલા ગામે જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા બુલેટ ટ્રેન, વડોદરા મુંબઇ એક્સપ્રેસ વે તેમજ ગોલ્ડન કોરિડોર સહિતના પ્રોજેકટમાં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે.જેમાં પાણીના ભાવે જમીન લઈ લેવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથે જ ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભઠ્ઠ બનતા સિંચાઈના પાણીની ઉભી થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી.જો આવનારા દિવસોમાં ખેડૂતોની માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સમેલનમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના મહેન્દ્રસિંહ કરમરીયા, નિપુલ પટેલ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





