રાજકોટ,તા.૧૯
રાજકોટની કલેક્ટર કચેરીમાં આજે પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રૌઢ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ડબલું લઇને આવ્યા હતા. આ જ્વલનશીલ પ્રવાહી પોતાના શરીરે છાંટે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધા હતા અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
રાજકોટના વાસંદા સમાજના ૨૦૦ પરિવારમાંથી કેટલાક પરિવારે પ્લોટના પૈસા ભરી દીધા હોય છતાં સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. આથી અધિકારીઓ દ્વારા પ્લોટની માપણી પણ થઇ નથી. પ્લોટની માગણીને લઇને આજે કલેક્ટર કચેરીમાં વાસંદા સમાજના બાબુભાઇ નામના પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કલેક્ટર કચેરીએ આવેલા પરિવારોના લોકો અને બાબુભાઇની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





