બાવળિયાએ અભદ્ર ભાષામાં મતદારને ધમકાવ્યો, કોંગ્રેસનો આક્ષેપ

0
7

હાર ભાળી ગયેલા કુવરજી બાવળિયા દ્વારા કોળી સમાજના ગરીબ મતદારને ધમકાવાનો પ્રયાસઃ અમિત ચાવડા
જસદણ,તા.૨૦
ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણની વિધાનસભા બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં કથિત રીતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની એક આૅડિયો ક્લીપ વાયરલ થઇ છે. આ ક્લીપમાં કુંવરજી બાવળિયા એક કોળી મતદારને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે ધમકી આપી રહ્યાં હોવાનું જણાય છે. એટલું જ નહીં, આૅડિયામાં તેઓ અપશબ્દો પણ બોલી રહ્યાં છે. હાલ આ આૅડિયો ક્લીપ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે જસદણ બેઠક ઉપર હારવાનું નક્કી જણાતા ભાજપના નેતા ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યાં છે.
આ ક્લિપને લઇ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે, હાર ભાળી ગયેલા બાવળિયા મતદારને અભદ્ર ભાષામાં ધમકાવી રહ્યા છે. ઓડિયોમાં બાવળિયા મોઢુકા ગામના રાજુ રમેશભાઇ જાદવ નામના મતદારને અભદ્ર ભાષામાં ધમકાવી રહ્યા છે.
અમિત ચાવડાએ આ ઓડિયો ક્લિપ અંગે જણાવ્યું હતું કે, પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર કુવરજી બાવળિયા દ્વારા કોળી સમાજના ગરીબ મતદારને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભદ્ર ભાષામાં સાંભળી પણ ન શકાય તેવી ભાષાનો ઉપયોગ કરી મતદારને પોતાની તરફેણમાં લેવા દબાણ કરવામાં આવે છે. લોકશાહીનું આ અપમાન થઇ રહ્યું છે, ધમકીઓ આપવામાં આવી રહી છે. અમે આને કડક શબ્દોમાં વખોડીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY