માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું,ભાજપ દલિતોના વોટ બેન્કમાં ગાબડુ પાડવા માંગે છે
લખનૌ,તા.૩૧
ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે પીએમ મોદી સામે વારાણસથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.એ પછી માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ દલિતોના વોટ બેન્કમાં ગાબડુ પાડવા માટે ચંદ્રશેખરને વારાણસથી બેઠક પરથી લડાવી રહી છે.
માયાવતીએ વધુમાં કહ્યું હતુ કે ભાજપે એક કાવતરાના ભાગરુપે ભીમ આર્મીનુ નિર્માણ કરાવ્યુ છે અને તેની આડમાં દલિત વિરોધી રાજનીતિ કરી રહી છે.
બસપાના અધ્યક્ષે વધુ એક ટ્વિટમાં કહ્યું હતુ કે, ભાજપે જાસૂસી કરવા માટે ચંદ્રશેખને બસપામાં મોકલવાની કોશીશ કરી હતી પણ તેમનુ આ ષડયંત્ર નિષ્ફળ રહ્યું હતુ.
માયાવતીએ અપીલ કરી હતી કે ભાજપને સત્તા પર નહી આવવા માટે એક એક મત કિમતી છે અને તેને બરબાદ ના થવા દેતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



