અમદાવાદ,તા.૨૦
ગુજરાતમાં સૌપ્રથમ પાકિંગ પોલિસી અને બાયલોઝ માં સુધારાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ટૂંક સમયમાં જ અમદાવાદ શહેરમાં પણ આ નવી પા‹કગ પોલિસી અમલી બનશે. આ પોલિસીના કારણે આગામી સમયમાં અમદાવાદીઓએ પણ સોસાયટી અને ખુલ્લા પ્લોટોની જગ્યા પા‹કગ માટે ભાડે આપી શકશે નહીં. એટલું જ નહીં શહેરના રસ્તાઓ પર અમદાવાદ શહેરમાં નાગરિકોને હવે ઓન સ્ટ્રીટ પાકિંગ કરવા માટે ત્રણ કલાકના રૂપિયા ૧૦ થી ૬૦ ચૂકવવા પડશે.
પા‹કગ પોલિસીમાં હવે જાહેર રસ્તા પર કોઈ પણ વાહન પાર્ક કરવું હશે, તો તેના માટે પણ પાકિંગ ચાર્જ ચૂકવવો પડશે. રાજ્યના મુખ્ય શહેરોમાં સુરતની જેમ પાકિંગની પોલિસી અમલી બનાવવામાં આવશે. જેનો અમલ અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં કરવામાં આવશે.
નવી પોલિસી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક પોલીસની જેમ નડતરરૂપ પાર્ક થયેલાં વાહનો ટોઇંગ કરવાની લોક મારવાની દંડ સહિતની શિક્ષાત્મક પગલાની સત્તા મળશે.
મોટાભાગના મુખ્ય રસ્તાઓ અને તેને જાડતા આંતરિક જાહેર રસ્તા જેવા શહેરમાં ઘણા સ્થાન છે, ત્યાં પા‹કગ ચાર્જ થશે. જેમાં ઓછો પા‹કગ ચાર્જ વસુલ થશે. તેવી જ રીતે મલ્ટિલેવલ પાકિંગ ઓપન પ્લોટ સહિતના બીજા સ્થાન પર ઓફ સ્ટ્રીટ પા‹કગ વધુ પ્રમાણમાં વસૂલ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


