જયપુરમાં આમેર ફોર્ટની લોકપ્રિયતા

0
556

આમેર ફોર્ટ અથવા તો આમેર કિલ્લાની ઓળખ રાજસ્થાનના બેસ્ટ ટ્યુરિસ્ટ ડેÂસ્ટનેશન પૈકી એક તરીકેની રહેલી છે. લાલ પથ્થર અને સંગમરમરથી બનેલા આ કિલ્લામાં ચાર માળ રહેલા છે. દરેક માળ પર અલગ અલગ આંગણા રહેલા છે. એમ માનવામા ંઆવે છે કે આનુ નિર્માણ હકીકતમાં મીણાઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેના પર મોડેથી રાજા માનસિંહ પ્રથમે શાસન કર્યુ હતુ. આ કિલ્લાને કલાત્મક હિન્દુ વાસ્તુશેલીના એક પ્રતિક તરીકે પણ ગણવામાં આવે છે.

કિલ્લા અને રાજમહેલ તરીકે તેને ગણી શકાય છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો તેનુ નિર્માણ ૧૫૯૨માં કરવામાં આવ્યુ હતુ. રાજા માનસિંહ દ્વારા તેનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જયપુરની નજીક સ્થત હોવાથી તેના સુધી સરળતાથી પહોંચી શકાય છે. રાજા માનસિંહ ૨૧મી ડિસેમ્બર ૧૫૫૦થી છઠ્ઠી જુલાઇ ૧૬૧૪ સુધી શાસન કરતા રહ્યા હતા. આ રાજમેહલને રાજપુત મહારાજાઓ અને તેમના પરિવારના સ્થળ તરીકે રહ્યા બાદ તેને ઐતિહાસિક સ્થળમાં ફેરવી દેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે પણ આને ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં વર્લ્ડ હેરિટેજ સમિતીએ તેની સાથે પાંચ અન્ય રાજસ્થાની કિલ્લાને વર્લ્ડ હેરિટેડ સાઇટ તરીકે જાહેર કર્યા હતા. આ કિલ્લામાં દિવાન એ આમ , દિવાને ખાસ, શીશ મહેલ, જય મંદિર અને સુખ નિવાસ છે. જ્યારે કિલ્લા રહેલા પાણી પરથી થઇને પવન ફુંકાય છે ત્યારે કૃત્રિમ રૂપથી ઠંડુ વાતાવરણ બની જાય છે. આમેરની લોકપ્રિયતા વર્ષો બાદ પણ અકબંધ રહી છે. આને નિહાળવા માટે સૌથી પહેલા રાજસ્થાનના પાટનગર જયપુર પહોંચવાની જરૂર હોય છે. દેશભરના મોટા ભાગના શહેરોથી જયપુર માટે સીધી વિમાની સેવા છે.

એક વખત જયપુર પહોંચી ગયા બાદ અહીંથી ઓટો, ટેક્સી અને કેબનો ઉપયોગ કરીને ત્યાં પહોંચી શકાય છે. આ કિલ્લો જયપુરથી આશરે ૧૧ કિલોમીટરના અંતરે સ્થત છે. આને સવારે નવ વાગ્યાથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવે છે. સાંજે છ વાગે સુધી તે ખુલ્લો રહે છે. સાંજે છ વાગે તેને બંધ કરવાની વ્યવસ્થા છે. અહીં હાથી પર સવારી કરવાની પણ એક મજા છે. જેની સવારી સવારે ૯.૩૦ વાગે શરૂ કરવામા ંઆવે છે અને બપોરે એક વાગ્યા સુધી આ સુવિધા રહે છે. સમગ્ર કિલ્લામાં સારી રીતે ફરવા માટે ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગે છે. આ ટ્રિપ ખુબ શાનદાર બની શકે છે. આમેરના કિલ્લાને નિહાળવા માટે આપને એન્ટ્રી ફી ચુકવવાની હોય છે. ભારતીય પ્રવાસીઓ માટે ફી માત્ર ૫૦ રૂપિયા છે જ્યારે વિદેશી પ્રવાસીઓને ફરવા માટે ૫૫૦ રૂપિયા આપવાની જરૂર હોય છે. આમેર ફોર્ટ પર લાઇટ શોનુ પણ આયોજન કરવામાં આવે છે. જેના માટે અલગ અલગ ફી ચુકવવાની જરૂર હોય છે.

અગ્રેજીમાં લાઇટ શો માટે ૨૦૦ રૂપિયા અને હિન્દીમાં લાઇટ શો માટે ૧૦૦ રૂપિયા આપવાની જરૂર હોય છે. હાથી પર સવારી કરવા માટે ૧૧૦૦ રૂપિયા આપવાના હોય છે. આમેર કિલ્લાની લોકપ્રિયતા આજે પણ એટલી જ રહેલી છે જેટલી પહેલા હતી. હવે તેની વ્યવસ્થાની બાબતને પણ વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે.તેના જતન પર નિયમિત રીતે ધ્યાન આપવામાં આવે છે. જયપુરના આમેર કિલ્લામાં પહોંચતા લોકોની સંખ્યાને વધારી દેવા માટે સતત પ્રયાસો રાજસ્થાન સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે જા કે હાલમાં કેટલાક કારણો એવા પણ રહ્યા છે જે દર્શાવે છે કે ઉદાસીનતાના કારણે તેની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા બાદ તમામનુ ધ્યાન આકિલ્લા તરફ વધારે ખેંચાયુ છે. લોકો વધારે પહોંચવા લાગ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY