જયપુર,તા.૩૧
રાજસ્થાનના જયપુરમાં દારૂના નશામાં ધૂત બીજેપી નેતાના દીકરાએ ચાર લોકોને પોતાની કાર નીચે કચડ્યા હતા. આરોપીએ પોતાની સ્કોર્પિયો કારથી જયપુરથી ગાંધીનગર સ્ટેશન બહાર ફૂટપાથ પર સૂઇ રહેલા ચાર લોકોને કચડ્યા હતા જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આરોપી ડ્રાઇવરનું નામ ભારત ભૂષણ મીણા છે અને તે કરૌલીનો રહેવાસી છે. ભારત ભૂષણ મીણા કરૌલી જિલ્લાના બીજેપી કિસાન મોરચાના અધ્યક્ષ બદ્રીનારાયણ મીણાનો દીકરો છે. બદ્રીનારાયણ મીણા સપોટરા વિધાનસભા બેઠક પરથી બીજેપી પાસે ટિકિટ માંગી રહ્યા છે.આરોપીની ગાડી પર પણ રાજસ્થાનની મુખ્યમંત્રી વસુધરા રાજેની ગૌરવ યાત્રાના બેનર લાગ્યા છે. વ્યવસાયે પ્રોપટી ડિલર ભારત દારૂના નશામાં ધૂત થઇને કાર ચલાવી રહ્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


