બુલેટ ટ્રેનનું સાબરમતી સ્ટેશન બનાવવા માટે ૧૬ કંપનીઓ મેદાનમાં

0
4

અમદાવાદ,તા.૩૧
નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનની યોજના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન છે. એ વાત નવી નથી, પરંતુ આ સ્ટેશનને મોડલ ટર્મિનલ બનાવવા માટે ૧૬ કંપનીઓએ રસ દાખવ્યો છે.
સાબરમતી રેલવે ટર્મિનલ અમદાવાદથી મુંબઈની બુલેટ યાત્રાનું સર્વપ્રથમ સ્ટેશન છે, જે મહાત્મા ગાંધીની ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી માર્ચ આધારિત થીમ પર બનશે. સ્ટેશનનું કામ આગામી નવેમ્બર માસમાં શરૂ થઈ જશે.
ગઈ કાલે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી અધિકારીઓની એક ટીમ અમદાવાદ આવી હતી, જેમાં અનેક પાસાંઓના અભ્યાસ ઉપરાંત દેશની પહેલી બુલેટ ટ્રેન અંગેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. બુલેટ ટ્રેનના માર્ગમાં આવતાં તમામ ઝાડ કાપવાના બદલે રિપ્લાન્ટ કરાશે અને ખેડૂત વળતર માગશે ત્યારે વળતર અને જ્યાં જગ્યા અપાશે ત્યાંસબાર્મતિ ફરી ઝાડ પણ લગાવી આપવામાં આવશે.
બુલેટ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ આણંદ સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂરથી નીકળશે. ટ્રેન સુરત પણ સ્ટેશન પાસે નહીં જાય. કિમ પાસેથી દિશા બદલી પૂર્વમાં જશે અને બીલીમોરામાં કોસાલી ખાતે તેનું સ્ટેશન બનશે. દસ કોચની બુલેટ ટ્રેન ૧૮ કલાક ચાલશે અને ૩૫ ફેરા અપ અને ૩૫ ફેર ડાઉનમાં કરશે, જેમાં ૭૦૦ માણસોની ક્ષમતા હશે.
બુલેટ ટ્રેન અર્થક્વેક પ્રૂફ હશે, જેમાં પહેલાં આંચકા કે ધ્રુજારી થતાં ટ્રેનની વીજલાઈનને સિગ્નલ મળશે અને ત્યારબાદ લાઈન ટ્રિપ થશે. ટ્રેન ત્યાં જ ઊભી રહેશે. કુલ ૧૨ સ્ટોપ મુંબઈ જતાં સુધીમાં કરશે. બુલેટ ટ્રેનનાં તમામ રેલવે સ્ટેશનની ડિઝાઈન ફાઇનલ થઈ ચૂકી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY