જેકી શ્રોફ ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરમાં જોવા મળશે

0
24

અમદાવાદ, તા.૧૧
ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ બહુચર્ચિત ફિલ્મ વેન્ટિલેટર હવે આ વખતે ગુજરાતી દર્શકોના દિલ જીતવા પરત ફરી રહી છે. મરાઠી ફિલ્મ વેન્ટિલેટરે વિવેચકો તેમજ દર્શકો બંનેની ખૂબ જ પ્રશંસા મેળવી છે અને બોક્સ ઓફિસ પર પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ત્યારે ગુજરાતી વેન્ટિલેટરના સર્જક ઈરડા એન્ટરટેઈનમેન્ટ પોતાની બાહોશ ટીમની સાથે આ હૃદય-દ્રાવક વાર્તાને કહેવાનો રોમાંચ અનુભવે છે. ગુજરાતી ફિલ્મ વેન્ટલેટરમાં મહાન બોલિવુડ એક્ટર જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે જેકી શ્રોફની આ ડેબ્યુ ફિલ્મ હશે. ગુજરાતી ફિલ્મમાં કામ કરવાના પોતાના ડેબ્યુ અનુભવને લઇ અત્યંત રોમાંચ સાથે બોલિવુડ એક્ટર જેકી શ્રોફે જણાવ્યું હતું કે, આખરે મારી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં બનેલી ફિલ્મમાં મેં ભૂમિકા અદા કરી છે. મને આશા છે કે હું તેની અપેક્ષાઓને પરિપૂર્ણ કરી શકીશ. આ રિમેકની પટકથા નિરેન ભટ્ટ અને કરણ વ્યાસે લખેલી છે અને તેનું દિગ્દર્શન ઉમંગ વ્યાસે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ ફાલ્ગુની પટેલ તથા સહ-નિર્માણ લોરેન્સ ડિ’સોઝાએ કર્યું છે. મરાઠી ફિલ્મના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર રાજેશ મપુસકર પણ ક્રિએટીવ ડાયરેક્શન અને માર્ગદર્શન માટે ફિલ્મસર્જકો સાથે જોડાયા છે. સહભાગીપણા વિશે તેમણે જણાવ્યું હતું કે, વેન્ટિલેટરને અન્ય સંસ્કૃતિમાં વણાયેલી જોવાનો રોમાંચ અનેરો રહેશે. મને સૌથી વધુ રોમાંચ તો આ ફિલ્મમાં આશુતોષ ગોવારીકરની ભૂમિકામાં જગ્ગુદાદાને જોવાનો છે. તેમને આ ફિલ્મમાં સામેલ કરવાનો મને આનંદ છે. આ ફિલ્મના પોસ્ટરને તા.૯મી ઓગસ્ટના રોજ લોંચ કરાયું હતું અને તેને ૧૪મી સપ્ટેમ્બરે રિલિઝ કરવામાં આવશે. દરમ્યાન આ સાહસ અને મનોરંજન વિશે ઈરડા એન્ટરટેઈન્મેન્ટના સ્થાપક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, બદલાતા સિનેમાના આ રસપ્રદ યુગમાં અમે કન્ટેન્ટમાં સમૃદ્ધ હોય અને વિશાળ શ્રેણીની ઓડિયન્સનું મનોરંજન કરે તેવી પટકથાઓ પર સમાંતર કાર્ય કરી રહ્યા છીએ. જેથી ગુજરાતી દર્શકોને એક કંઇક અનોખુ અને રસપ્રદ મનોરંજન પૂરું પાડવાના આશયથી જ ગુજરાતીમાં આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY