શનિવારે સવારે પોતાાની એકટીવા લઈ ઘરે થી દૂધ લેવા જવાનું કહી નીકળેલા રાજપીપળા ના રેતીના વેપારી નો કરજણ નદી માંથી મૃતદેહ મળતા અનેક અટકળો,

રાજપીપળા: રાજપીપળા ટેકરા ફળિયા સામે આવેલા દશા માતાના મંદિર પાસે રહેતા પારસી પરવેઝ નસરવાન ઈલાવીયા વર્ષો થી રેતીના ધંધા સાથે સંકળાયેલા હતા શનિવારે સવારે પરવેઝભાઈ ઘરે થી સવારે 8-30 વાગે દૂધ લેવા જવાનું કહી પોતાની એકટીવા ગાડી લઈ નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા ઘર ના સભ્યો એ બજાર સહીત તમામ ઠેકાણે એમની શોધખોળ કરી ત્યારબાદ પણ પત્તો ન લાગ્યા બાદ કરજણ નદી કિનારે એમની એકટીવા ગાડી મળી આવતા રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમે પણ શનિવારે કરજણ નદીમાં એમની શોધ કરી ત્યારે મોડી રાત સુધી આખા રાજપીપળા ખાતે આ વાત ફેલાતા લોકટોળા એકઠા થયા પરંતુ એમની કોઈ ભાળ ન મળી બાદ માં આજે રવિવારે સવારે 7-30 વાગે કરજણ નદી પાસે ના તલકેશ્વર મહાદેવ મંદિર સામે થી નદી માંથી એમનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા ત્યારે પરવેઝભાઈ ની હત્યા થઈ કે અમને આત્મહત્યા કરી હશે એ માટે એમનો મૃતદેહ રાજપીપળા સિવિલ ખાતે પી એમ માટે મોકલી આપ્યો હતો હાલ એમના પુત્ર બુરજીન ઇલાવિયા એ રાજપીપળા પોલીસ માં જાહેર આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





