યૌન શોષણના આરોપી આસારામની પેરોલ અરજી ફગાવતી રાજ.હાઈકોર્ટ

0
19

૫ વર્ષથી પણ વધુ સમયનો જેલવાસ ભોગવી રહ્યા છે
જોધપુર,તા.૧૯
આશ્રમની જ એક કિશોરીનું યૌન શોષણ કરવાનાં આરોપસર POSCO એક્ટ હેઠળ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામની આશા પર કોર્ટે પાણી ફેરવી દીધુ છે. રાજસ્થાન હાઈ કોર્ટે આશારામને પેરોલ અરજીને ફગાવી દીધી છે.
આસારામાનાં ભાણિયા રમેશ ભાઈએ રાજસ્થાન હાઈકોર્ટમાં પેરોલ માટે અરજી કરી હતી જેને ન્યાયાધીશ સંદીપ મહેતા અને જસ્ટિસ વિનીત માથુરની બેંચે મંજૂરી આપી ન હતી. જા કે, આસારામનાં વકીલની વિનંતી પર ફરીથી જિલ્લા પેરોલ કમિટિમાં અરજી કરવા માટેની છૂટ અપાઈ છે.
પહેલા પણ જિલ્લા પેરોલ કમિટિએ આસારામની ૨૦ દિવસની પેરોલ અરજીને ફગાવી હતી. પાંચ વર્ષથી પણ વધારે સમય થયો હોવા છતા આસારામ સારા ચાલચલણ સાથે હજુ જેલવાસ ભોગવી રહ્યાં છે. સરકારે આપેલા વળતા જવાબમાં કહ્યું કે, સજા ઉપરાંત આસારામ અન્ય ત્રણ મામલાઓમાં દોષી છે. આ ઉપરાંત તેમણે ઉંમરકેદની સજા આપવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY