સુરત,તા.૧૯
તાપી જિલ્લાનાં વ્યારા-માંડવી રોડ પર ઉચામાલા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૨ બાળકીઓનાં કમકમાટીભર્યા મોત થયા છે અને ૧૦ લોકોને ઇજા થવા પામી છે. ઇજાગ્રસ્તોને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો અન્ય એક બાળકીની હાલત ગંભીર હોવાના કારણે તેને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શેરડી કાપવા જતી મજૂર ભરેલી પીકઅપ વાનને કેએપીપી ટાઉનશિપની ખાનગી બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને સુરત હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઇને કાકરાપાર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભયંકર અકસ્માત થતા જ આસપાસનાં લોકો આવી ગયા હતા. તો ઇજાગ્રસ્તોને સારવારઅર્થે તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




